વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપી હતી
દાહોદ,તા.૩૧
“લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે” આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ ૧૭ લાખ ગુમાવ્યાં હોવાનું સામે આવ્યુ છે.
જી હાં આવી જ એક ઘટના દાહોદમાં બની છે કે, જ્યાં બુરહાની સોસાયટીમાં રહેતા ૩૬ વર્ષીય મહિલાને ભેજાબાજાેએ વોટસએપ પર જુદા જુદા નંબરો પરથી મેસેજ કરતા હતા અને વાઉચર નંબર સિલેક્ટ કરાવી કુલ એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપતા હતા. જેથી મહિલા ભેજાબાજાેની ચુંગાલમાં આવી ગઇ અને છેતરપિંડીનો ભોગ બની હતી.
ભેજાબાજાેએ મહિલાને લાલચમાં ફસાવી કુલ ૧૭ લાખ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા છે. જાે કે, ૧૭ લાખ પડાવી લીધા બાદ મહિલાને કોઇ લોટરી લાગી ન હતી. એટલું જ નહીં ભેજાબાજે મેસેજ ડીલીટ કરી દેતા છેવટે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.