Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગજબ કહેવાય…! ઇસરોની નોકરી છોડી એન્જિનિયર વાહન ચોર બન્યો

નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પૂછપરછ શરુ કરાઈ

અમદાવાદ,તા.૨૭
અમદાવાદના શહેરમાં શોર્ટકટમાં પૈસા કમાવવા એન્જીનીયર યુવક ઇસરોની નોકરી છોડીને વાહન ચોર બન્યો છે. તેમજ વાહન ચોરી કરવામાં મજા આવતા ૧૭ વાહનોની ચોરી કરી. જેમાં નારણપુરા પોલીસે CCTV ફુટેજના આધારે વાહન ચોરની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલા ઉમંગ વાછાણીએ શોર્ટકટ મની માટે ૨ મહિનામાં ૧૭ વાહનોની ચોરી કરી છે. જેમાં આરોપી ઉમંગએ નારણપુરા વિસ્તારમાં જુદા જુદા સ્થળે એક્ટિવા ચોરી કરી હતી. તેમજ એક્ટિવા ચોરીનું પ્રમાણ વધતા પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનલિસી મદદથી આરોપી ઉમંગ વાછાણી સુધી પહોંચી હતી.

તેની પૂછપરછમાં નારણપુરા, ઘાટલોડિયા, નવરંગપુરા, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સેટેલાઇટમાં ૧૫ એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે વલસાડમાંથી ૨ એક્ટિવા ચોરીની તપાસ શરૂ કરાઇ છે. જેમાં પકડાયેલ વાહન ચોર ઉમંગ વાછાણી મૂળ વલસાડનો રહેવાસી છે. અમદાવાદ ખાતે મેમનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો. એક વર્ષ પહેલાં એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઇસરોમાં જુનિયર એન્જીનીયર તરીકે જાેડાયો હતો.

આરોપીએ કબુલાત કરતા જણાવ્યું કે, એક્ટિવા ચાલક ચાવી વાહનમાં ભૂલી જતા તેને મજાક મજાકમાં વાહનની ચોરી કરી અને અમદાવાદ શહેરમાં ફર્યો. પેટ્રોલ પતી જતા વાહન બિનવારસી મૂકી દીધું હતું. ત્યારબાદ ફરી બીજી એક્ટિવા ચોરી કરી અને તેને વાહન ચોરી કરવામાં મજા આવવા લાગી જેથી નોકરી છોડીને ૨ મહિનામાં આરોપીએ ૧૭ વાહનની ચોરી કરી. પોતાની મહિલા મિત્રને ચોરીના વાહનમાં ફેરવતો હતો. હાલ નારણપુરા પોલીસે વાહન ચોરી કેસમાં આરોપીની ધરપકડ કરીને ૧૫ ચોરીના વાહન જપ્ત કર્યા છે. વાહન ચોરીમાં મજા અને શોર્ટકટ મનીના ચક્કરમાં એન્જીનીયર યુવક વાહન ચોર બની ગયો અને ૧૭ ચોરીના ગુના આચર્યા.

મજાક મજાકમાં શરૂ કરેલી ચોરી હવે ગંભીર ચોરીના ગુનામાં તબદીલ થઈ ગઈ છે. નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *