ક્વોલિટી માર્ક એવોર્ડસ 2023 : મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર “ક્વોલિટી માર્ક એવોર્ડસ 12” ઉજવાયો
રીઝવાન આંબલીયા
અમદાવાદ,
ક્વોલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા 16મી જુલાઈ, 2023ના રોજ અમદાવાદના ડબલ ટ્રી બાય હિન્ ખાતે “ક્વોલિટી માર્ક એવોર્ડ્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે તેની બારમી આવૃત્તિ છે, મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ હેઠળ આ વર્ષે ક્વોલિટી માર્ક ટ્રસ્ટે 40થી વધુ ઉધ્યોગ સાહસિકોને સન્માનિત કર્યા હતા. ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2023માં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના બંદર, શિપિંગ અને જળમાર્ગોના રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુર, વિશેષ મહેમાન તરીકે શ્રી જગદીશ પંચાલ રાજ્યના ઉદ્યોગ મંત્રી અને અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર તથા એમ.એલ.એ. શ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલિવૂડના સેલિબ્રિટી ગેસ્ટ્ ગુલશન ગ્રોવર પણ હાજર રહ્યા હતા. આ સમારોહમાં ભારતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિ નંદીશ શુક્લા- Dy. ચેરમેન દીનદયાલ પોર્ટ ઓથોરિટી, ડૉ. સૌરભ પારધી- TCGLના મેનેજિંગ ડિરેક્ટર, વેંકટ ક્રિષ્નન જીએમ લોજિસ્ટિક- ટાટા કેમિકલ્સ લિમિટેડ, શ્રી અખિલ મહેશ્વરી વીપી- નિરમા લિમિટેડ, શ્રી રાજા બ્લોચ હેડ ઓફ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ- GHCL લિમિટેડ, શ્રી બંસલ- અદાણી વિલ્સર, કર્નલ હેમંત કપૂર- નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ પણ હાજર રહ્યા હતા.
ક્વોલિટી માર્ક ટ્રસ્ટના પ્રમુખ શ્રી હેતલભાઈ ઠક્કર સાથેની વાતચીત દરમિયાન, તેમણે જણાવ્યું કે, આ વર્ષે આ ફંકશન ઘણા લોકોના સમર્થનથી થયું છે અને ખાસ કરીને તેઓ પુષ્પક લોજિસ્ટિકના શ્રી રાહુલ મોદીનો તેમના સમગ્ર સમર્થન માટે વિશેષ આભાર માને છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, ભારતના 16 રાજ્યોમાંથી 600થી વધુ સાહસિકોએ ક્વોલિટી માર્ક એવોર્ડ્સમાં ભાગ લીધો છે. ઉદ્યોગ ઉપરાંત, મહિલા ઉદ્યોગસાહસિકો અને સેવા ઉદ્યોગના વ્યક્તિઓએ પણ ‘ક્વોલિટી માર્ક એવોર્ડ્સમાં ભાગ લીધો છે જેમાંથી 41 સાહસિકોની જ્યુરી સભ્યો દ્વારા આ વર્ષે પસંદગી કરવામાં આવી છે.
ભાઈ ભાઈ ફેમ શ્રી અરવિંદ વેગડા જેઓ સંસ્થાના ઉપપ્રમુખ છે તેમની સાથેની વાતચીતમાં, તેમણે વધુમાં કહ્યું કે, તમામ સલાહકાર સમિતિના સભ્યો અને ખાસ કરીને સિક્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શ્રી જયંતિભાઈ કુંભાણી અને પૂજા ઈન્ફ્રાના શ્રી કેતન શેઠનો આ વર્ષે ક્વોલિટી માર્ક એવોર્ડમાં તેમના જરૂરી યોગદાન માટે આભાર માનું છું. ક્વોલિટી માર્કના ઈવેન્ટ ડાયરેક્ટર શ્રી વિવેક ઠક્કરે આ ઈવેન્ટ્સને ખૂબ જ સુગમતાથી મેનેજ કર્યું હતું અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ-12મા ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2023માં ઉજવાયો ક્વોલિટી માર્ક દ્વારા બનાવેલા પ્રેઝન્ટેશન વિડીયોથી તમામ સહભાગીઓ ખૂબ જ ખુશ હતા. તેમણે આ વર્ષે વિજેતાઓની યાદીનો ઉલ્લેખ નીચે જણાવેલ યાદીમાં કર્યો છે .
ફોટોગ્રાફ્સ સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશ વોરા.