(રીઝવાન આંબલીયા)
અમદાવાદ,તા.૦૬
કોરોના કાળની સુંદર અને સ્વચ્છ ફેમિલી સાથે સહકુટુંબ માણવા જેવી ફિલ્મ એટલે “ષડયંત્ર”
બરકત ભાઈ વઢવાણિયાએ આ ફિલ્મને રૂપેરી પડદે કંડારી છે. ફિલ્મની વાર્તા કંઈક એવી છે કે, કોરોના કાળમાં લોકોને પૈસા હોતા નથી, લોકો માનવતા ભૂલી ગયા છે, એકબીજા માટે કોઈપણ જાતની શરમ રાખ્યા વગર એકદમ પ્રેક્ટીકલ જીવન જીવતા થઈ ગયા છે, ગામડાઓમાં પણ જે માનવતાનું ઉદાહરણ કહેવાય, તેવી જગ્યાએ પણ આ કોરોનાની અસર હતી, રૂપિયાની તંગી અને મહામારી વચ્ચે માનવતા વિરુદ્ધ રૂપિયાની જરૂરિયાતથી એવા જ એક “ષડયંત્ર” ની શરૂઆત થાય છે, જેમાં સસ્પેન્સ પણ છે, ડ્રામા પણ છે, ઘણા બધા આર્ટિસ્ટ હોવાને કારણે કોઈપણ એક પર ફિલ્મનો ભાર નથી. બધા પોતપોતાના રોલમાં યોગ્યતા સાથે પૂરો ન્યાય આપે છે. જો કે, ફિલ્મના મુખ્ય પાત્ર એટલે બરકત ભાઈ વઢવાણિયા, યામીની જોશી અને નદીમ વઢવાણિયા ફિલ્મની વાર્તાને સારી રીતે આગળ લઈ જવામાં કામ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ મલ્ટી સ્ટાર પિક્ચર કહી શકાય તેવી ફિલ્મ છે, સુંદર મજાના બે ત્રણ ગીતો પણ છે, તેનુ ફિલ્માંકન જોતા “ઘર આજા પરદેશી તેરી યાદ સતાયે રે” ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ગીતની યાદ જરૂર આવે છે.
આ ફિલ્મમાં કામ કરનાર બાકીના કલાકારોના નામ આ મુજબ છે..
પ્રીનલ ઓબેરાઈ, રાજુ બારોટ, ગૌરાંગ જેડી, પ્રકાશ મંડોરા, પ્રવિણ મહેતા, મુકેશ જાની, ધરતી વાઘેલા, પરેશ લિંબાચીયા, શર્માજી, અમિત શાહ, સૃષ્ટિ શ્રીમાળી, પરેશ ભટ્ટ તથા નિલેશ બ્રહ્મભટ્ટ વગેરેએ ફિલ્મની વાર્તાને સારી રીતે આગળ લઈ જવામાં કામ કર્યું છે.
આ ફિલ્મના પ્રીમિયરમાં મીડિયા તરીકે અમને આમંત્રણ આપવામાં આવેલું, જેમાં અમે હાજર રહી પુરતો ન્યાય આપ્યો છે અને ફિલ્મના પ્રીમિયરની ફોટોગ્રાફી આપણા સેલિબ્રિટી જયેશ વોરાએ કરી હતી.
ફિલ્મ સાથે જોડાયેલ ટીમવર્કને અને ટેકનિકલ સ્ટાફ સાથે દરેકને પોતાની કાર્યક્ષમતા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ.
ફિલ્મ ખૂબ જ સફળ રહે, મોટા પ્રમાણમાં પ્રેક્ષકો ફિલ્મને માણે અને આગળ વધાવે તેવી શુભેચ્છાઓ સાથે….