Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ખૂબ જોખમી, સતત થઈ રહ્યા છે બદલાવ : WHO

જિનેવા,

WHOના વડાએ ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનામ ગેબ્રિયેસસ ચેતવણી આપી કે, વિશ્વ કોવિડ -19 રોગચાળાના ખૂબ જ ‘ખતરનાક તબક્કા’માં છે, જેના ડેલ્ટા જેવા સ્વરૂપો વધુ ચેપી છે અને સમય જતાં સતત બદલાતા રહે છે. તેમણે કહ્યું કે, જે દેશોમાં ઓછી વસ્તીને રસી આપવામાં આવી છે, ત્યાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ફરી વધવા માંડી છે. ટેડ્રોસે શુક્રવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોરોનાનો ડેલ્ટા ફોર્મ વધુ ચેપી છે અને આ વેરિયન્ટ ઘણા દેશોમાં ફેલાઈ રહ્યું છે. અમે આ રોગચાળાના ખૂબ જ જોખમી તબક્કામાં છીએ. ગેબ્રિયેસસ કહ્યું, હજી સુધી કોઈ દેશ જોખમથી બહાર આવ્યું નથી. ડેલ્ટા પેટર્ન જોખમી છે અને તે સમય જતાં બદલાતું રહે છે અને તેના પર સતત દેખરેખ રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ડેલ્ટા ફોર્મ ઓછામાં ઓછા 98 દેશોમાં મળી આવ્યો છે અને ઓછા રસીકરણવાળા દેશોમાં ઝડપથી ફેલાય છે.

ગેબ્રિયેસસ વધુમાં કહ્યું કે, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાં જેવા કે કડક દેખરેખ, તપાસ, વહેલી તપાસ, ક્વોરેન્ટાઈન અને તબીબી સંભાળ હજી પણ મહત્વપૂર્ણ છે. WHOના ડાયરેક્ટર જનરલે કહ્યું કે માસ્ક પહેરવું, સામાજિક અંતર, ભીડવાળી જગ્યાઓને ટાળવા અને ઘરોને હવાની અવરજવર રાખવા માટે પૂરતી વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. તેમણે વિશ્વના નેતાઓને આગ્રહ કર્યો કે, તેઓ મળીને એ સુનિશ્ચિત કરે કે આગામી વર્ષ સુધીમાં દરેક દેશની 70 ટકા વસ્તીને COVID-19 રસી આપવામાં આવે.

તેમણે કહ્યું, રોગચાળાને સમાપ્ત કરવાનો, જીવ બચાવવાનો, વૈશ્વિક આર્થિક પુન: સ્થાપિત કરવાનો અને ખતરનાક સ્વરૂપને ઉભું થતો અટકાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. આ સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે બધા દેશોમાં ઓછામાં ઓછા 10 ટકા લોકોને રસી આપવાનું વિનંતી કરી રહ્યા છીએ. WHOએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે, ડેલ્ટા ફોર્મ જે પ્રથમ વખત ભારતમાં મળી આવ્યો હતો, તે હવે લગભગ 100 દેશોમાં ફેલાયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *