“કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા)
“કેસરિયો રંગ તને લાગ્યો રે” નવરાત્રીના આ ટાઈટલથી આ સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
● નવરાત્રીના આ ટાઈટલથી ખોજના ફાઉન્ડર શ્રી પુનિત જી લુલા દ્વારા કરવામાં આવ્યું હતું, ખોજ એક એવું માધ્યમ અને ટાઈટલ છે જે વાસ્તુ, પિરામિડ, યોગા, આધ્યાત્મિક સાયન્સ, કલર, ઓરા, શાંતિ, જમીન દોષ, ઘણા બધા વાસ્તુના કામ એ લોકો દ્વારા કરતા હોય છે, અને લોકો તેમની એપોઇન્ટમેન્ટ લઈને પણ મુલાકાત કરતા હોય છે.
● આદ્યશક્તિની આરાધના “માઁ અંબા” રૂપલે મઠેલી રાત નવરાત્રીની અગાઉ એક પ્રી નવરાત્રી આજકાલ મોટા શહેરોમાં પ્રચલિત છે, એવો એક સુંદર જોરદાર કાર્યક્રમ ઘણા બધા માનનીય વ્યક્તિઓને લઈને કરવામાં આવ્યો હતો.
● જજ તરીકે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર તથા નાટકના પ્રખર વ્યક્તિ દ્વારા શ્રી શિલ્પાબેન ઠાકર અને શ્રી રજનીશજી પરમાર તેઓ પણ એક પોલીસ સમન્વય પોલીસની ઉપર જે ટેન્શન હોય છે, એ લોકોને મનોરંજન અને સહકાર એક સારું કામ કરી રહ્યા છે. તેઓ પણ જજ તરીકે તેમના મિસિસને મોકલી હાજર રહ્યા હતા. ઘણા બધા ઇનામો હતા, ઘણી બધી ટેરેટરી હતી. સારું રમનાર, સારું ડ્રેસ, સારી સ્ટાઇલ, નાનામાં નાનું બાળક, લગભગ 15 એક જેટલા ઇનામો પણ હતા. ઘણી બધી વ્યક્તિઓનો બહુમાન કરવામાં આવ્યું અને ત્રણ કલાકનો એક હાઉસફુલ જોરદાર રોમાંચક પ્રોગ્રામ લોકોએ માણ્યો, બે ટાઈમ આદ્યશક્તિની આરતી કરી આરતી કરીને શરૂઆત કરી અને આરતી કરીને હમણાં ઉતરી કરી બધા લોકોએ ખુબ ખુબ આશીર્વાદ મેળવ્યા આદ્યશક્તિના અને ફરીથી જલ્દીથી અલગ અલગ પ્રકારના આવા કાર્યક્રમો કરતા રહો એવી શુભેચ્છા અને આશીર્વાદ દરેક આવનાર વ્યક્તિ અને જજ અને સેલિબ્રિટી વ્યક્તિઓ દ્વારા પુનિતજીને અભિનંદન આપવામાં આવ્યા હતા. એક સફળતાપૂર્વક બહુ સરસ મજાનું આયોજન રહ્યું હતું. આવા સુંદર કાર્યક્રમ હર વખતે કરતા જ રહે તેવા ખૂબ ખૂબ અભિનંદન શ્રી પુણિત જી લુલા ને આપવામાં આવ્યા હતા.
● આ સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી અને મીડિયા સપોર્ટ તરીકે આપણા સેલિબ્રિટી જયેશ વોરા હાજર રહી પુરી કરી હતી, અને આ આખો પ્રોગ્રામ હોલ રીધમ ટુ માં કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના ચા પાણી નાસ્તો પ્રસાદી સેવા શ્રી રોનક ઉદાની દ્વારા કરવામા આવી હતી, જેવો હર હંમેશ પુનિતજીની જોડે હાજર હોય જ છે, વસ્ત્રાપુર એમની ચાઇ પે ચર્ચા કરીને બહુ સુંદર મજાની નાની રેસ્ટોરન્ટ છે અવશ્ય મુલાકાત લેવી જોઈએ…
ફોટોગ્રાફી અને મીડિયા સપોર્ટ : સેલિબ્રિટી જયેશ વોરા