મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું
રોહિત શર્માએ એક વખત તો મેચ દરમિયાન જ તેની ગરદન પકડી લીધી હતી. જો કે, તેને આવુ મજાકમાં જ કર્યુ હતુ.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝની પ્રથમ ટી-20 મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાઇ હતી. ભારતીય ટીમનો આ મેચમાં 4 વિકેટે પરાજય થયો હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને 209 રનનો પડકાર આપ્યો હતો પરંતુ ખરાબ બોલિંગને કારણે તે તેનો બચાવ કરી શક્યો નહતો. દિનેશ કાર્તિક માટે પણ આ મેચ યાદગાર રહી નહતી. બેટિંગ અને વિકેટ કીપિંગમાં તે ફેલ રહ્યો હતો.
સાતમા નંબર પર બેટિંગ માટે આવેલા દિનેશ કાર્તિકે 5 બોલમાં 6 રન બનાવીને નાથન એલિસના બોલ પર એલબીડબલ્યૂ થયો હતો. ઓસ્ટ્રેલિયન ઇનિંગ દરમિયાન વિકેટ કીપિંગ કરતા તેને ત્રણ ભૂલ કરી હતી. આ કારણે જ રોહિત શર્માએ એક વખત તો મેચ દરમિયાન જ તેની ગરદન પકડી લીધી હતી. જો કે, તેને આવુ મજાકમાં જ કર્યુ હતુ. તે કહેવા માંગી રહ્યો હોય કે કઇ તો કહે મારા ભાઇ.
દિનેશ કાર્તિક ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચમાં વિકેટ પાછળ કૉન્ફિડન્સમાં નહતો જોવા મળ્યો. ઉમેશ યાદવના બોલ પર ગ્લેન મેક્સવેલના બેટની એજ લાગીને બોલ દિનેશ કાર્તિકના હાથમાં જતી રહી હતી. ભારતીય વિકેટ કીપરે આઉટની અપીલ તો કરી હતી પરંતુ તે રિવ્યૂ લેવાનો આત્મવિશ્વાસ બતાવી શક્યો નહતો. કાર્તિક રોહિતને કહી રહ્યો હતો કે તે અવાજને લઇને નિશ્ચિત નથી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માને પુરો વિશ્વાસ હતો કે બોલ ગ્લેન મેક્સવેલના બેટના બહારના કિનારાને અડીને વિકેટ કીપર પાસે ગઇ છે. ઓન ફીલ્ડ અમ્પાયરે ગ્લેન મેક્સવેલને નોટ આઉટ આપ્યો હતો. તે બાદ રોહિત શર્માએ રિવ્યૂ લીધો હતો. ત્રીજા અમ્પાયરે પૃષ્ટી કરી કે બોલ વાસ્તવમાં મેક્સવેલના બેટને અડીને ગઇ હતી, તેની પૃષ્ટી અલ્ટ્રા એજ દ્વારા થઇ હતી.
ઉમેશ યાદવની બોલિંગ દરમિયાન આવુ બે વખત થયુ હતુ. આ રીતે દિનેશ કાર્તિકે યુઝવેન્દ્ર ચહલના બોલ પર સ્ટીવ સ્મિથ બિલકુલ સ્ટમ્પ વચ્ચે આવી ગયો હતો પરંતુ એલબીની અપીલ કરી ન હતી. ખાસ આ હતુ કે ના તો ચહલ અને ના તો કોઇ અન્ય ભારતીય ખેલાડીએ LBWની અપીલ કરી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટી-20 મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ આ ફોર્મેટમાં ભારત વિરૂદ્ધ સૌથી મોટો રન ચેઝ કર્યો હતો, ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યૂ વેડ 21 બોલમાં 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. કેમરૂન ગ્રીન પ્લેયર ઓફ ધ મેચ પસંદ થયો હતો, તેને 30 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી.