Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કારખાનામાં સાથે કામ કરતા શખ્સે ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી કર્યું અપહરણ

રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઇમ વધતા જઈ રહ્યા છે. કાયદા વ્યવસ્થા ખાડે ગઈ છે. પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેમ લોકો ગુના આચરે છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. શાપર વેરાવળમાં એક જ ફેકટરીમાં સાથે કામ કરતા શખ્સએ ૧૭ વર્ષની તરુણીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો. પરપ્રાંતિય શ્રમિક પરિવારની ૧૭ વર્ષીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૫ વર્ષથી શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા મૂળ જાંબુઆ મધ્યપ્રદેશના આદિવાસી શ્રમિક પરિવારની ૧૭ વર્ષીય સગીરા શાપરના જય એન્ટરપ્રાઈઝ કારખાનામાં કામે જતી હતી. સગીરા કામે ગઇ હતી ત્યારબાદ બપોરે ઘરે જમવા માટે આવી હતી. જમીને કારખાના જવા માટે નીકળી હતી પરંતુ સાંજે પરત ઘરે ન આવતા કારખાનામાં જ કામ કરતી સગીરાની બહેનપણીને આ અંગે પુછતા તેણે ખુલાસો કર્યો હતો કે, સગીરાને કારખાનામાં કામ કરતા પ્રવિણ મોહન પરમાર સાથે મૈત્રી હતી. બન્ને અવારનવાર વાતચીત પણ કરતા હતા. તેથી સગીરાની માતાએ શાપર પોલીસ મથકે પ્રવિણ પરમાર સામે સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *