Safeer News

Breaking News from Ahmedabad

Business

કામનું / આધાર કાર્ડ ગુમ થઈ ગયું છે તો પરેશાન થવાની જરૂર નથી, ફક્ત 50 રૂપિયામાં મંગાવી શકો છો PVC કાર્ડ

છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજકાલ કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે.

સરકાર દ્વારા વર્ષ 2009માં પ્રથમ વખત આધાર કાર્ડ જારી કરવામાં આવ્યું હતું. ત્યારથી લોકોના જીવનમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. સ્કૂલમાં એડમિશનથી લઈને કોલેજમાં એડમિશન સુધી, હોસ્પિટલમાં બતાવવા માટે, પ્રોપર્ટી ખરીદવા માટે, મુસાફરી કરવા માટે, બેંક એકાઉન્ટ ખોલવા માટે, દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ જરૂરી ID પ્રૂફ તરીકે થાય છે.

આવી સ્થિતિમાં તેની વધતી ઉપયોગિતાને કારણે જો તે ખોવાઈ જાય છે, તો મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. જેના કારણે તમારા ઘણા કામ અટકી શકે છે. જો તમારું આધાર કાર્ડ પણ ક્યાંક ખોવાઈ ગયું છે, તો આવી સ્થિતિમાં ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા માત્ર 50 રૂપિયા ચૂકવીને નવું પીવીસી આધાર કાર્ડ સરળતાથી મેળવી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે PVC આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે ઓર્ડર કરવું.

PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાની રીત

– PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે તમારે સૌથી પહેલા આધાર જારી કરતી સંસ્થા UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર ક્લિક કરો

– અહીં નીચે  Scroll કરવા પર તમને PVC આધાર કાર્ડનો ઓપ્શન દેખાશે

– આ ઓપ્શન પર ક્લિક કરો

– અહીં તમને 12 આંકડાનો યૂનિક આધાર નંબર નાખવાનું રહેશે.

– તેના પછી Captcha દાખલ કરો

– આગળ આધાર સાથે લિંક મોબાઇલ નંબર નાખવાનો રહેશે.

 – તેના પછી તમારા રજીસ્ટર્ચ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે જેને દાખલ કરો

– તેના પછી તમામ ડિટેલ્સ ચેક કરી આગળ પેમેન્ટ ઓપ્શન પસંદ કરો.

– ઓનલાઇન પેમેન્ટ કર્યા પછી એક સ્લિપ મળશે.

– તેના પછી 2 થી 3 દિવસમાં પીવીસી આધાર કાર્ડ તમારા સરનામા પર પહોંચી જશે

પીવીસી આધાર કાર્ડના લાભ

ઉલ્લેખનીય છે કે PVC આધાર કાર્ડ ઓર્ડર કરવાના ઘણા ફાયદા છે. આ કાર્ડ બિલકુલ ક્રેડિટ કાર્ડ જેવું છે. ઉપરથી આ કાર્ડ પર પ્લાસ્ટિક શીટ લગાવેલી હોય છે. તેનાથી તે પાણીથી ભીનું થતું નથી. તેની સાથે જ તેને ફાટવાનો ડર પણ રહેતો નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *