Safeer News

Breaking News from Ahmedabad

Business દુનિયા

ખુશખબર/ હવે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ યુઝર્સ થશે માલામાલ, માર્ક ઝુકરબર્ગે કરી જાહેરાત

જો તમે પણ ફેસબુક (Facebook) અને ઇન્સ્ટાગ્રામ (Instagram) યુઝર છો તો આ સમાચાર તમને કરોડપતિ બનાવી શકે છે.

જો તમે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર છો તો આ સમાચાર તમને કરોડપતિ બનાવી શકે છે. કારણ કે કંપનીના ફાઉન્ડર CEO માર્ક ઝુકરબર્ગે Facebook અને Instagram યુઝર્સ (ક્રિએટર્સ) માટે રૂપિયા કમાવવાના 5 નવા રસ્તા સૂચવ્યા છે. ઝુકરબર્ગે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા કહ્યું છે કે કંપની 2024 સુધીમાં Facebook અને Instagram પર કોઈપણ રેવન્યુ શેરિંગ પર પ્રતિબંધ મૂકશે. જેમા ઓનલાઇન ઇવેન્ટ બેઝ અને બુલેટિન સામેલ છે. ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર પાંચ રીત શેર કરી છે. જેના દ્વારા યુઝર્સ મોટી કમાણી કરી શકે છે. ચાલો માર્કની પાંચ રીતો જાણીએ, જે તેણે યુઝર્સ માટે શેર કરી છે.

1. Interoperable Subscriptions દ્વારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સને પેઇડ સબ્સક્રાઇબર્સ- ઓનલી ગ્રુપમાં સામેલ કરવાનો ઓપ્શન મળશે.

2. Facebook Stars: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ક્રિએટર્સને સ્ટાર્સ રીલ, લાઇવ અથવા વિડિયો દ્વારા રૂપિયા કમાવવાની વધુ તકો મળશે.

3. Monetizing Reels: ઉપરાંત કંપની ક્રિએટર્સ માટે રીલ્સ પ્લે બોનસ પ્રોગ્રામ લાવશે. તેના પછી ક્રિએટર્સને ફેસબુક પર તેમની ઇન્સ્ટાગ્રામ રીલ્સ ક્રોસ-પોસ્ટ કરવાની અને ત્યાં પણ કમાણી કરવાની તક મળશે.

4. Creator Marketplace: ઝકુરબર્ગે જણાવ્યું છે કે કંપની Instagram પર એક નવું સેટ પ્લેટ ટેસ્ટ કરી રહ્યું છે. એકવાર લોન્ચ થયા પછી ક્રિએટર્સ સરળતાથી શોધી અને ચૂકવણી કરી શકાય છે.

5. Digital Collectibles: ઝુકરબર્ગે જણાવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પરનું ડિસ્પ્લે NFT કરવા માટે વધુ ક્રિએટર્સ માટે સપોર્ટનું વિસ્તરણ કરી રહ્યું છે. 

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *