જૂન મહિનામાં બેંકોમાં 12 દિવસની રજા રહેશે.
જો તમે જૂનમાં બેંકિંગ સંબંધિત કોઈ કામની યોજના બનાવી રહ્યા છો, તો પહેલા રજાઓનું લિસ્ટ ચેક કરી લેજો. જૂનમાં બેંકોમાં 12 દિવસની રજા રહેશે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો રજાઓ અનુસાર તેનું આયોજન કરો. આ રજાઓની યાદીમાં તહેવારોને કારણે 6 રજાઓ, રવિવારના 4 દિવસ અને બાકીના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે.
જૂનમાં ઘણા લગ્નો અને બાળકોની રજાઓ પણ હોવાથી લોકો વારંવાર મુસાફરી કરવાનું આયોજન કરે છે. આ કારણોસર, રજાઓ વિશે સંપૂર્ણ માહિતી જરૂરી છે. બેંક બંધ થવાના કારણે બેંકિંગ સંબંધિત કામ જેમ કે ચેકબુક, પાસબુક, એટીએમ અને એકાઉન્ટ અને ટ્રાન્ઝેક્શનને લગતી કામગીરીને અસર થશે. જો કે, આ સમય દરમિયાન ગૂગલ પે, ફોન પે, પેટીએમ, ઈન્ટરનેટ બેન્કિંગ (Online Transfer) જેવી ઓનલાઈન સેવાઓ ચાલુ રહે છે.
વાસ્તવમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંક હોલીડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરી છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલિડે અને બેંક્સ ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત, કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. આવો જાણીએ કે જૂન મહિનામાં બેંકો કયા દિવસોમાં બંધ રહેવાની છે.
2 જૂન- મહારાણા પ્રતાપ જયંતિ/ તેલંગણા રાજ્ય સ્થાપના દિવસ,
3 જૂન- શ્રી ગુરૂ અર્જૂન દેવજી શહીદી દિવસ- પંજાબ
5 જૂન- રવિવાર- જાહેર રજા
11 જૂન- બીજો શનિવાર
12 જૂન- રવિવાર
14 જૂન- સંત ગુરૂ કબીર જયંતિ- ઓડિશા, ચંડીગઢ, હિમાચલ, હરિયાણા, પંજાબ
15 જૂન- રાજા સંક્રાંતિ, વાઈએમએ દિવસ, ગુરૂ હરગોવિંદ જન્મદિવસ- ઓડિશા, મિઝોરમ, જમ્મુ અને કાશ્મીર
19 જૂન- રવિવાર
22 જૂન- ખારચી પૂજા- ત્રિપુરા
25 જૂન- ચોથો શનિવાર
26 જૂન- રવિવાર
30 જૂન- રેમનાની- મિઝોરમ