Safeer News

Breaking News from Ahmedabad

દેશ

કામના સમાચાર / હવે ટિકિટ વગર પણ કરી શકો છો મુસાફરી, રેલવેએ બનાવ્યો ખાસ નિયમ

જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે જો તમારે ક્યારેય અચાનક મુસાફરી કરવી પડે અને તમારી પાસે ટિકિટ ન હોય તો ગભરાવાની જરૂર નથી.

જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે જો તમારે ક્યારેય અચાનક મુસાફરી કરવી પડે અને તમારી પાસે ટિકિટ ન હોય તો ગભરાવાની જરૂર નથી. કારણ કે હવે તમે રિઝર્વેશન (Reservation Rules) વિના પણ મુસાફરી કરી શકો છો. અગાઉ આવી સ્થિતિમાં તત્કાલ ટિકિટ (Tatkal Ticket Booking Rules) બુકિંગ નિયમોનો જ વિકલ્પ હતો. પરંતુ તેમાં પણ ટિકિટ મળી જાય, એ જરૂરી નથી. આવી સ્થિતિમાં તમારા માટે રેલવેનો એક ખાસ નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે. હવે તમે આ સુવિધા હેઠળ રિઝર્વેશન વિના પણ મુસાફરી કરી શકો છો.

પ્લેટફોર્મ ટિકિટ પર મુસાફરી

રેલવેના નિયમો મુજબ જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમારે ટ્રેનમાં ક્યાંક જવું છે, તો તમે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket Rules) લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો. તમે ખૂબ જ આસાનીથી ટિકિટ ચેકર પાસે જઈ ટિકિટ બનાવી શકો છો. આ નિયમ (Indian Railways Rules) રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે. તેના માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. પછી TTE તમારા ગંતવ્ય સ્થાન સુધી ટિકિટ બનાવશે.

સીટ ખાલી ન હોવા પર પણ મળશે વિકલ્પ

જો ટ્રેનમાં સીટ ખાલી ન હોય, તો TTE તમને રિઝર્વ સીટ આપવાનો ઇનકાર કરી શકે છે. પરંતુ મુસાફરી કરતા રોકી શકતો નથી. જો તમારી પાસે રિઝર્વેશન નથી, તો આવી સ્થિતિમાં પેસેન્જર પાસેથી 250 રૂપિયાનો પેનલ્ટી ચાર્જ સાથે લઈ ટિકિટની કુલ રકમ લઈ મુસાફરી કરવા દેશે. રેલવેના આ મહત્વપૂર્ણ નિયમો જે તમારે જાણવું જ જોઈએ.

પ્લેટફોર્મ ટિકિટની વેલ્યૂ

પ્લેટફોર્મ ટિકિટ (Benefits of Platform Ticket) યાત્રીને ટ્રેનમાં ચઢવા માટે પાત્ર બનાવે છે. આ સાથે મુસાફરે તે જ સ્ટેશનથી ભાડું ચૂકવવું પડશે જ્યાંથી તેણે પ્લેટફોર્મ ટિકિટ લીધી છે. ભાડું વસૂલતી વખતે ડિપાર્ચર સ્ટેશનને પણ એ જ સ્ટેશન ગણવામાં આવશે. અને સૌથી મોટી વાત એ છે કે તમારે એ જ ક્લાસનું ભાડું પણ ચૂકવવું પડશે જેમાં તમે મુસાફરી કરી રહ્યા હોવ.

સીટ હોય છે તમારી

જો તમારી ટ્રેન કોઈ કારણસર ચૂકી જાય તો TTE આગામી બે સ્ટેશનો સુધી તમારી સીટ કોઈને પણ ફાળવી શકશે નહીં. એટલે કે આગામી બે સ્ટેશનો પર તમે ટ્રેન પહેલા પહોંચીને તમારી મુસાફરી પૂર્ણ કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે બે સ્ટેશનો પછી TTE RAC ટિકિટ ધરાવતા પેસેન્જરને સીટ ફાળવી શકે છે. પરંતુ તમારી પાસે બે સ્ટેશનનો વિકલ્પ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *