(અબરાર એહમદ અલ્વી)
દિલ્હી,
સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન થયું છે. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી સંગીત પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગત રાત્રે પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેઓ બેભાન થઈ ગયા હતા.
બ્રિજમોહન નાથ મિશ્રા જેમને પ્રચલિત રીતે પંડિત બિરજુ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે (જન્મ ફેબ્રુઆરી 4, 1938), તેઓ ભારતના કથક નૃત્યના લખનૌ કાલકા બિંદાદીન ઘરાનાના મુખ્ય પ્રતિનિધિ છે. તે કથક નર્તકોના સુપ્રસિદ્ધ પરિવારના વંશજોમાંથી એક છે, જેમાં તેમના બે કાકાઓ શંભુ મહારાજ અને લછુ મહારાજ અને તેમના પિતા અને ગુરુ, અચ્ચન મહારાજનો સમાવેશ થાય છે. નૃત્ય હંમેશા તેમનો પ્રથમ પ્રેમ રહ્યો છે, પણ તેમ છતાં તે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત પર પણ શ્રેષ્ઠ પ્રભુત્વ ઘરાવે છે અને તેઓ એક કુશળ ગાયક પણ હતા. તેમણે નાટકોમાં નવા કથક નૃત્યનું નૃત્ય નિર્દેશન કરીને કથકને નવી ઊંચાઇ પર લઇ ગયા હતા. તેમણે વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે, અને કથકના વિદ્યાર્થીઓ માટે સોથી પણ વધુ વર્કશોપ અને હજારો નૃત્ય ભજવણીઓ પણ કરી છે.