Safeer News

Breaking News from Ahmedabad

દેશ

એન્ડ્રોઈડ યૂઝર્સને ફરી ડરાવવા આવી ગયો Joker, આ 8 એપ્સ તરત જ ડિલિટ કરો

ક્વિક હીલ સિક્યુરિટી લેબ્સના સંશોધનકારોને 8 એપ્સની નવી બેચ મળી છે જે માલવેરથી પ્રભાવિત છે

નવી દિલ્હીઃ

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં વાયરસ અથવા માલવેરની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. કેટલીકવાર ફોનની સુરક્ષામાં ભંગ થાય છે તો કેટલીકવાર એન્ડ્રોઇડ એપ્સમાં માલવેર આવે છે. કોઈને કોઈ રીતે એન્ડ્રોઈડ વપરાશકર્તાઓની સમસ્યા સતત રહેતી હોય છે. હવે એક અન્ય સમાચાર સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્વિક હીલ સિક્યુરિટી લેબ્સના સંશોધકોને 8 એપ્સની નવી બેચ મળી છે જે માલવેરથી પ્રભાવિત છે. આ માલવેરનું નામ જોકર છે. જોકર માલવેરે પહેલીવાર એન્ડ્રોઈડ પર હુમલો નથી કર્યો. આ પહેલા પણ તે ઘણી વખત એન્ડ્રોઇડને પ્રભાવિત કરી ચુક્યો છે. જો કે ગૂગલે આવી તમામ એપ્સને પોતાના પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધા છે, પરંતુ તેમ છતાં વપરાશકર્તાઓએ સજાગ રહેવું ખૂબ જ જરૂરી છે.

દર થોડા મહિનામાં માલવેરની સમસ્યા થાય છે જે વપરાશકર્તાઓનો ડેટા ચોરી કરે છે, ગુગલના ઓફિશિયલ એપ સ્ટોરના કોડ, એક્ઝેક્યુશન પદ્ધતિઓ અથવા પેલોડ- રિટ્રાઈવિંગ ટેક્નોલોજીમાં ફેરફાર કરીને તેમને અસર કરે છે સંશોધનકારોના મતે, જોકર માલવેર વપરાશકર્તાઓનો ડેટા ચોરી કરે છે. જેમાં એસ.એમ.એસ. સંપર્ક સૂચિ, ઉપકરણ માહિતી, OTP વગેરે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓએ આવી એપ્લિકેશન્સને અવગણવી જોઈએ નહીં અને તેનાથી સાવચેત રહેવાની જરૂર છે.

ગૂગલે આ એપ્સને પ્લે સ્ટોર પરથી દૂર કરી છે, પરંતુ તે કાઢી નાખ્યાં પછી પણ જો વપરાશકર્તાઓએ પોતાના ફોનમાં ડાઉનલોડ કરી રાખી હશે તો જેમની તેમ રહેશે તેને ફોનમાંથી વપરાશકર્તાએ ડિલિટ કરવી પડશે. તો ચાલો જાણીએ આ 8 એપ્સ વિશે જેને તમે ડાઉનલોડ કરી છે તો તે કાઢી નાખો અથવા અનઇન્સ્ટોલ કરવાની જરૂર છે.

આ તે 8 એપ્લિકેશનો છે જે જોકર માલવેરથી પ્રભાવિત છે:

જેમાં Auxiliary Message, Fast Magic SMS, Free CamScanner, Super Message, Element Scanner, Go Messages, Travel Wallpapers અને Super SMS સામેલ છે. જો તમે આમાંથી કોઈપણ એપ્સને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી છે તો તરત જ અનઇન્સ્ટોલ કરી દો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *