અમદાવાદ,તા.૨૨
એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થયો હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતના મોટા 4 શહેરોના ભાવો 95થી 96 રુપિયાની વચ્ચે થઈ ગયા છે. જ્યારે ડીઝલ 92થી 93 રુપિયા આસપાસનો ભાવ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગઈ કાલે જ આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી.
અમદાવાદમાં પેટ્રોલના ભાવો 96.27, રાજકોટમાં 95.76, વડોદરામાં 95.61, સુરતમાં 95.59 રુપિયા થયા છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો અમદાવાદમાં ડીઝલના નવા ભાવો 93.13, રાજકોટમાં 92.63, વડોદરામાં 92.46 તેજમ સુરતની અંદર આ ભાવો 92.46 થયા છે. જેથી અબકી બાર પેટ્રોલ-ડીઝલ 100 કે પારના નારાઓ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવતા હતા પરંતુ મોંધવારીમાં આ રાહત લોકોને મળતા કોંગ્રેસનો આ મામલે વિરોધ હવે કાચો પડશે.
રેકોર્ડ સ્તરે પહોંચેલી મોંઘવારીનો સામનો કરવા સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી છે. ખાસ કરીને રેકોર્ડ તોડ મોંઘવારીના કારણે આ પ્રકારે કિંમતમાં ઘટાડો કરાયો છે. એક પછી એક એમ વિવિધ વસ્તુઓમાં મોંઘવારીનો ભાવ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટીલ, ગેસ સિલીન્ડર સહીતના અન્ય મટીરીયલના ભાવોમાં પણ ઘટાડો કરવામાં આવતા રાહત અનુભવાઈ છે.