Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

એક્ટ્રેસ સની લીઓની અને એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીમાં થયો વધારો

એડવાન્સ પેમેન્ટમાં લીધેલા નાણાં પરત ન ચૂકવે તો પ્રોડ્યુસર્સ ફી નહીં આપે

એડવાન્સ પેમેન્ટ લીધા બાદ કામ નહીં કરવાનો કે, નાણાં નહીં ચૂકવવાનો વિવાદ સની લીઓની અને અમીષા પટેલને ભારે પડી શકે છે. આ મામલે બંને એક્ટ્રેસ સામે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ ઓફ મોશન પિક્ચર્સ એસોસિએશન (IMPPA) દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

IMPPA દ્વારા આ મામલે સુનાવણી માટે બંને એક્ટ્રેસને મંગળવારે હાજર રહેવા તાકિદ કરાઈ હતી. જાે કે, બંને એક્ટ્રેસ ગેરહાજર રહી હતી, જેના પગલે IMPPA દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવાની ચીમકી અપાઈ છે. પ્રોડ્યુસર હરેશ પટેલે અમીષા પટેલ સાથે ફિલ્મ પ્રોજેક્ટ નક્કી કર્યો હતો અને તેના માટે અમીષાને એડવાન્સ પેમેન્ટ ચકવ્યું હતું. અમીષાએ ફિલ્મ શરૂ કરી નહીં અને નાણાં પણ પરત ચૂકવ્યા ન હતા. જેથી પ્રોડ્યુસરે અમીષા પાસેથી રૂ.૧.૨૦ કરોડ પરત માગ્યા હતા. અમીષાએ નાણાં નહીં આપતા આ મામલો IMPPA સુધી પહોંચ્યો છે.

સની લીઓનીએ એક પ્રોજેક્ટ માટે પ્રોડ્યુસર વિનોદ બચ્ચન પાસેથી એડવાન્સ લીધુ હતું. સનીએ રૂ.૨૧ લાખ પરત નહીં આપતાં વિનોદે પણ રજૂઆત કરી હતી. આ મામલે વાત કરતાં IMPPAના વાઈસ પ્રેસિડેન્ટ અશોક પંડિતે જણાવ્યું હતું કે, અમીષા પટેલ દ્વારા પ્રોડ્યુસરને નાણાં પરત ન અપાય ત્યાં સુધી તેનું પેમેન્ટ રોકવા માટે “ગદર ૨”ના પ્રોડ્યુસરને પત્ર મોકલવામાં આવશે. IMPPAના પ્રેસિડેન્ટ અભય સિંહાએ કહ્યું હતું કે, બંને એક્ટ્રેસને નાણાં પરત ચૂકવવા કહેવાયું છે. તેઓ નાણાં નહીં ચૂકવે તો તેમની ગેરહાજરીમાં આકરો નિર્ણય લેવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *