હાઈકોર્ટમાં રાજ્યભરની અંદર ટ્રાફીક પોલીસ દ્વારા ચાલી રહેલા ઈ મેમોને રદ કરવાની અરજી ફગાવી દીધી છે.
ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઈ મેમો ઘરે મોકલવામાં આવી રહ્યો છે. ઈ મેમો ન ભરનારની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ત્યારે ઈ મેમો ના ભરનાર સામે તવાઈ આવી શકે છે. કેમ કે, હાઈકોર્ટ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે દિશા નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટમાં રાજ્યભરની અંદર ટ્રાફીક પોલીસ દ્વારા ચાલી રહેલા ઈ મેમોને રદ કરવાની અરજી ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે કડક કાર્યવાહી કરવા માટે સૂચન કર્યું છે જેથી ના ભરનાર સામે એફઆઈઆર પણ દર્જ થઈ શકે છે.
ઈ મેમો ભરવા મામલે સતત ઉદાસિનતા જોવા મળી રહી છે. ત્યારે ઈ મેમો રદ કરવા માટે થયેલી અરજી સામે હાઈકોર્ટે કહ્યું હતું કે, મોટર વ્હિકલ એક્ટ પ્રમાણે ટ્રાફીક પોલીસને ઈ મેમો ઉઘરાવવાની સત્તા છે જેથી ના ભરનાર સામે ગુનો નોંધી શકે છે. જો કે, ઈ મેમો મામલે ઘણા સમયથી શહેરી વિસ્તારોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. કેટલાક લોકો જાણે આ નિયમને ઘોળીને પી જતા હોય તેમ લાગે છે. અરજદાર તરફથી તેનાથી ઉલટું ઈ મેમો રદ કરવા અરજી કરાઈ હતી. આ સાથે પોલીસ સિટી સર્વેલન્સનું કામ ટ્રાફિક નિયમનનું છે તેઓે ઈ મેમો ના ઉઘરાવી શકે તેવી વાત કોર્ટ સામે રજૂ કરી હતી પરંતુ કોર્ટે ઉલટાનો એક્ટ પ્રમાણે અધિકાર હોવાનું જણાવ્યું હતું.