કારંજ પોલીસસ્ટેશનમાં યતિ નરસિંઘાનન્દ સરસ્વતિ અને અન્ય આરોપી સામે જગૃત મુસ્લિમોએ કરી ફરિયાદ
ઇસ્લામ ધર્મના મહાન પેંયગમ્બર હઝરત મોહમ્મદ (સલ્લાહુ અલયહિ વસલ્લમ) દ્વારા આપવામાં આવેલી ભલાઇ માનવતા અને સારા કામો કરવાની શીખ સમગ્ર વિશ્વમાં આવકારવામાં આવી છે. તેમ છતા પણ કેટલાક અસમાજિક તત્વો દ્વારા આપની શાનમાં ગુસ્તાખી કરવામાં આવે છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસો કરવામાં આવે છે આવા જ એક અસામાજિક તત્વ નરસિંઘાનન્દ સરસ્વતિ દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પેંયગમ્બરની શાનમાં ગુસ્તાખી કરવામાં આવી છે. મુસ્લિમોની લાગણી દુભાવી છે જેના વિરુધ્ધમાં આજરોજ રોષે ભરાયેલા પટવાશેરીના મુસ્લિમ અગ્રણી સમીરભાઈ કુરેશી, આમીર વોહરા, શકીલભાઈ, ફઝલ ભાઈ, હાજી રાજાભાઈ દ્વારા કારંજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીની તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી. વી. તડવીએ મુસ્લિમ અગ્રણીઓને આશ્વાશન આપતા કહ્યું હતું કે આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે. સમાજમાં આવા અસમાજિક તત્વો દ્વારા કોમી એકતા ડહોળવાના પ્રયાસો કરવામાં આવે છે.