ન્યુ દિલ્હી
આખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં મેડિકલ સિસ્ટમ સિવાય ગરીબ લોકો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘણા ખેલાડીઓ પણ આ મુશ્કેલ સમયમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ પણ તેમાંથી એક છે, જે આ મુશ્કેલ સમયમાં લોકોને પ્રોત્સાહિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યો છે. ઇરફાન અને તેનો ભાઈ યુસુફ પઠાણ જરૂરિયાત લોકો અને ફ્રન્ટલાઈન વોરિયર્સની મદદ કરી રહ્યા છે અને હવે ઇરફાને બીજાે એક મોટો ર્નિણય લીધો છે.
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાને સો.મીડિયા અભિયાનથી કરેલી પોતાની બધી કમાણી દાન કરવાનો ર્નિણય કર્યો છે. ઇરફાન અને યુસુફે જમવાનું અને રાશન પણ દાન આપ્યું છે અને અત્યાર સુધી ૯૦ હજાર પરિવારોને મદદ કરી છે. આ ઉપરાંત પઠાણ ક્રિકેટ એકેડેમી દ્વારા દક્ષિણ દિલ્હીમાં કોવિડથી પ્રભાવિત લોકોને નિઃશુલ્ક ખોરાક આપવામાં આવ્યો હતો. પઠાણ બ્રધર્સના પિતા, મહમૂદ ખાન પઠાણ પણ તેમના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં કોવિડ દર્દીઓને ભોજન આપી રહ્યા છે.