કેરળ સરકાર તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મેના અંત સુધીમાં પસંદગીના BPL પરિવારોને મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. મફત ઈન્ટરનેટ સેવા આપવાની સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ 20 લાખથી વધુ પરિવારોને મફત ઈન્ટરનેટ આપવામાં આવશે.
કેરળ,
કેરળ સરકાર તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મે મહિનાના અંત સુધીમાં પસંદગીના BPL પરિવારોને મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. મફત ઈન્ટરનેટ સેવા આપવાની સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ 20 લાખથી વધુ પરિવારોને મફત ઈન્ટરનેટ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ 2017માં પિનારાઈ વિજયન સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને તેનું નામ કેરળ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક (K-FON) રાખવામાં આવ્યું હતું.
TNNના એક અહેવાલ મુજબ, પ્રોજેક્ટની દેખરેખ કેરળ સ્ટેટ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવે છે અને સંસ્થાએ પહેલાથી જ સ્થાનિક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPs) પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EoI) આમંત્રિત કર્યા છે જેથી વપરાશકર્તાઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડી શકાય.
શરૂઆતમાં પ્રોજેક્ટ નાની સંખ્યામાં ઘરોને લક્ષ્ય બનાવશે K-FON પ્રોજેક્ટ હેડ સંતોષ બાબુએ જણાવ્યું હતું કે શરૂઆતમાં, દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી માત્ર 100 પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફ્રી ઈન્ટરનેટ મેળવતા પરિવારોની સંખ્યા સમય જતાં વધશે. બાબુએ વિકાસ પર ભાર મૂક્યો હતો કે સરકાર 30,000થી વધુ સરકારી સંસ્થાઓને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવાના તેના લક્ષ્યને લગભગ પૂર્ણ કરી ચૂકી છે.