Safeer News

Breaking News from Ahmedabad

દેશ

આપણા પર અભણ નેતાઓ શાસન કરે છે, તેમની પાસે કોઈ વિઝન નથી : કાજાેલ

ટ્રોલ થયા બાદ કાજાેલે સ્પષ્ટતા કરી, મારો ઈરાદો કોઈ રાજકીય નેતાને નીચે દેખાડવાનો નહોતો

કાજાેલ હાલના દિવસોમાં પોતાની આવનારી સીરીઝ ‘દ ટ્રાયલ’ને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે. તો વળી બીજી તરફ વિવાદોમાં પણ ઘેરાઈ ગઈ છે. હકીકતમાં જાેઈએ તો, હાલમાં જ તેણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કાજાેલે કહ્યું હતું કે, દેશના લોકો પર વિઝન વિનાના અભણ રાજનેતાઓનું શાસન છે. જેવું તેનું આ ઈન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયું તો, લોકોએ તેને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું. લોકોએ કાજાેલને કહ્યું કે, તે ખુદ સ્કૂલ ડ્રોપઆઉટ છે. તો વળી અમુક યુઝર્સે તેને દસમું ફેલ પણ કહી દીધી હતી.

અભિનેત્રીએ હવે સોશિયલ મીડિયા પર પોતાના ટ્રોલિંગ બાદ મૌન તોડ્યું છે અને સ્પષ્ટતા આપી છે. તેણે ટિ્‌વટ કરીને કહ્યું કે, હું ફક્ત શિક્ષણ અને તેના મહત્વ વિશે વાત કરી હતી. મારો ઈરાદો કોઈ રાજકીય નેતાને નીચે દેખાડવાનો નહોતો. આપણી પાસે અમુક મહાન નેતા છે, જે દેશને યોગ્ય રસ્તે લઈ જઈ રહ્યા છે. તાજેતરમાં આપેલા ઈન્ટરવ્યૂમાં કાજાેલે દેશમાં મહિલા સશક્તિકરણ વિશે વાત કરી અને કહ્યું કે, ભારતમાં પરિવર્તન ખૂબ ધીમું છે કારણ કે, લોકો યોગ્ય શિક્ષણની કમી સહિત આપણી પરંપરા અને વિચાર પ્રક્રિયાઓમાં ડૂબેલા છે. આપણી પાસે આવા રાજકીય નેતા છે, જેમની પાસે શૈક્ષણિક સિસ્ટમની પૃષ્ઠભૂમિ નથી. મને ખેદ છે, પણ હું બહાર જઈને એ કહેવા જઈ રહી છું. મારા પર જે નેતાઓ દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે, તેમાથી ઘણા એવા છે, જેમની પાસે દ્રષ્ટિકોણ નથી. મને લાગે છે કે, શિક્ષણ આપને કમસે કમ એક અલગ દ્રષ્ટિકોણ જાેવાનો મોકો આપે છે.

ટ્રોલિંગની વચ્ચે કાજાેલ પર શિવસેના (યૂબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમણે વિવાદ પર ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કર્યો. પ્રિયંકાએ ટિ્‌વટ કર્યું, તો કાજાેલને કહેવાનું છે કે, આપણે એ નેતાઓ દ્વારા શાસિત છીએ, જે અશિક્ષિત છે અને જેમની પાસે કોઈ દૂરદ્રષ્ટિ નથી. કોઈપણ નારાજ નથી કારણ કે, તેમનો મત જરુરી નથી કે એક તથ્ય હોય અને તેમણે કોઈનું નામ પણ નથી લીધું, પણ દરેક વખતે નારાજ છે. મહેરબાની કરીને આપના સમગ્ર રાજકીય વિજ્ઞાનના જ્ઞાનને બરબાદ ન કરો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *