બાળકીના ભરણ પોષણનો ખર્ચ જિલ્લા ભાજપ ઉપાડશે : સાંસદ મિતેષ પટેલ
આણંદ,
રાજ્યમાં વધુ એક માસૂમ બાળકીને નિષ્ઠુર વાલીએ ત્યજી દીધી છે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાંથી ત્યજી દેવામાં આવેલી બાળકી મળી આવી છે. કચરા પેટીમાંથી ત્યજી દેવાયેલ બાળકી મળી આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કચરા પેટીમાંથી બાળકીના રડવાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીને મેડિકલ પરીક્ષણ ૧૦૮માં હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હાલ વલ્લભ વિદ્યાનગર પોલીસે બાળકીનો કબ્જાે મેળવ્યો છે અને પોલીસે બાળકીના વાલીની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની જાણ થતા સાંસદ મિતેષ પટેલ હૉસ્પિટલ દોડી ગયા અને બાળકીના ભરણ પોષણનો ખર્ચ જિલ્લા ભાજપ ઉપાડશે તેવી જાહેરાત કરી હતી. હાલ બાળકી સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે,આણંદના વલ્લભ વિદ્યાનગરમાં કચરા પેટીમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ નિષ્ઠુર જનેતાએ બાળકીને જન્મ આપી કચરાપેટીમાં ત્યજી દીધી હોવાની જાણકારી મળી રહી છે. કચરા પેટીમાંથી બાળકીનાં રડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ત્યાં દોડી ગયા હતા. બાળકીને મેડિકલ પરીક્ષણ માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર પોલીસે નવજાત બાળકીનો કબ્જાે મેળવી વધુ તપાસ હાથ ધરી છે.