Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

આજે લતાજીની જન્મ જયંતિ ! લતા મંગેશકરના આ છ કિસ્સાઓ જે અમર થઇ ગયા

(અબરાર એહમદ અલવી)

એ મેરે વતન કે લોગો….તુમ મુઝે યું ભૂલાના પાઓ ગે…..

આજે એટલે કે, ૨૮મી સપ્ટેમ્બર લતાજીની જન્મ જયંતિ. ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. લતાજી આપણા વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની સાથે જોડાયલા આ છ કિસ્સા એવા છે જે અમર થઇ ગયા છે. આવો જાણીએ આ કિસ્સાઓ અંગે…

લતા મંગેશકરના આ છ કિસ્સાઓ જે અમર થઇ ગયા

1. એ મેરે વતન કે લોગો..

લતા મંગેશકરે ગાયેલા સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે ‘એ મેરે વતન કે લોગોં.. પહેલા લતાજીએ કવિ પ્રદીપ દ્વારા લખાયેલા આ ગીત ગાવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ રિહર્સલ માટે સમય કાઢી શકતા ન હતા. જો કે, પાછળથી કવિ પ્રદીપે લતાજીને આ ગીત ગાવા માટે મનાવી લીધા હતા. આ ગીતની પ્રથમ રજૂઆત 1963માં દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં થઇ હતી.. લતા તે્મની બહેન આશા ભોંસલે સાથે આ ગીત ગાવા માગતા હતા. બંનેએ સાથે ગીતનુ રિહર્સલ પણ કર્યું હતું. પરંતુ દિલ્હી જવાના એક દિવસ પહેલા આશાએ આ ગીત ગાવવા માટે દિલ્હી જવાની ના પાડી દીધી હતી. લતા મંગેશકરે એકલા જ આ ગીતને કંઠ આપ્યું અને આ ગીત અમર થઈ ગયું.

2. અટલજીની આ વાત સાંભળીને લતા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી અને લતા મંગેશકર એકબીજાનું ખૂબ જ સન્માન કરતા હતા. અટલજી લતાને પોતાની દીકરી માનતા હતા. લતા તેમને દાદા કહેતા હતા. બંને સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે. લતા મંગેશકરે અટલજીને પણ પોતાના પિતાના નામ પર આવેલી દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. જ્યારે અટલજીએ સમારોહના અંતે પોતાનું ભાષણ આપ્યું, ત્યારે તેમણે કહ્યું – “તમારી હોસ્પિટલ સારી ચાલે એવું હું તમને નથી કહી શકતો. આ કહેવાનો અર્થ એ છે કે લોકો વધારે બીમાર પડે.” આ સાંભળીને લતા ચોંકી ગયા અને કંઈક બોલી શક્યા ના હતા.

3. જ્યારે લતાજીએ તેમના સૌથી ખરાબ સમયનો વર્ણન કર્યું

એક સમયે લતા મંગેશકરને સ્લો પોઈઝન (ધીમો ઝેંર) આપવામાં આવતું હોવાનો વાત વારંવાર મીડિયામાં આવતી રેહતી હતી. ઘણા સમય પછી લતાજીએ આ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આ સાચું છે. અમે મંગેશકર તેના વિશે વાત કરતા નથી. કારણ કે આ અમારા જીવનનો સૌથી ખરાબ તબક્કોઓમાંથી એક હતો. આ વાત વર્ષ 1963ની છે. જ્યારે હું ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી. હું મારા પથારીમાંથી ઊઠી શક્તી ન હતી. જ્યારે લતાજીને આ અંગેની વાસ્તવીકતા પૂછવામાં આવી કે, શું ડૉક્ટરોએ તેમને કહ્યું હતું કે તેઓ ફરી ક્યારેય ગાઇ નહીં શકે. ત્યારે લતાજીએ કહ્યું, ‘તે સાચું નથી. લોકોમાં ભ્રમ ફેલાયો છે. કોઈ ડૉક્ટરે મને કહ્યું નથી કે હું ગીત ગાવા માટે સક્ષમ નથી. મેં ક્યારેય મારો અવાજ ગુમાવ્યો નથી. મે ત્રણ મહિના પછી ગીત રેકોર્ડ કરવાનું શરૂ કર્યો હતો. હેમંત દા સાથે સફળ રેકોર્ડિંગ રહ્યું હતું.

4. ઘર ચલાવવા માટે કરવું પડ્યું હતું અભિનય

લાતાજીએ ઘર ચલાવવા અને તેમના ભાઈ-બહેનોની સંભાળ રાખવા માટે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના પિતાનું 1942માં હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. ત્યારે તેઓ માત્ર 13 વર્ષના હતા. ભાઈ-બહેનમાં સૌથી મોટા હોવાથી ઘર ચલાવવાની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. આવી સ્થિતિમાં તેમને નાની ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. લતાએ પહેલીવાર 1942માં ફિલ્મ ‘પહેલી મંગલાગૌર’માં અભિનય કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે મુખ્ય અભિનેત્રી સ્નેહપ્રભા પ્રધાનની નાની બહેનની ભૂમિકા ભજવી હતી. આ પછી લતાએ ચિમુકલા સંસાર (1943), માજે બલ (1944), ગજાભાઉ(1944), જીવન યાત્રા (1946), બડી મા (1945) ફિલ્મોમાં કામ કર્યું.

5. દિલીપ કુમારે અવાજ સાંભળીને બોલ્યાં દાલ-ભાત’ની ગંધ આવે છે

એકવાર લતાના ગુરુ ગુલામ હૈદર સાહબ, લતા મંગેશકર અને દિલીપ કુમાર મુંબઈની લોકલ ટ્રેનમાં ક્યાંક જઈ રહ્યા હતા. તક ઝડપી હૈદરે વિચાર્યું કે દિલીપ કુમારને લતાજી ગીત ગાઇને તેમનો સુરીલો અવાજ સંભળાવે અને કદાચ એ પછી તેમને કોઈ કામ મળી જાય. લતાએ ગાવાનું શરૂ કર્યું કે તરત જ દિલીપ કુમારે તેમને અટકાવ્યા અને કહ્યું કે મરાઠી અવાજમાં ‘દાલ-ભાત’ની ગંધ આવે છે. તે લતાના ઉચ્ચારણ વિશે કહેવા માંગતા હતા. આ પછી, લતાએ હિન્દી અને ઉર્દૂ શીખવા માટે એક શિક્ષકને રાખ્યા અને તેમના ઉચ્ચારણમાં સુધારો કર્યો. બાદમાં દિલીપ કુમાર પણ તેમના અવાજના ચાહક બની ગયા.

6.ઘણા લોકોએ તેમના અવાજને પાતળો અને નબળો ગણાવ્યો હતો

લતાજીની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ઘણા લોકોએ તેમના અવાજને પાતળો અને નબળો ગણાવીને રીજેકટ કરી દીધો હતો. તેમના અવાજને પાતળો ગણાવનાર પ્રથમ વ્યક્તિ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસ. મુખર્જી હતા. એકવાર લતાજીના ગુરુ ગુલામ હૈદરે ફિલ્મ નિર્માતા એસ. મુખર્જીને દિલીપ કુમાર અને કામિની કૌશલની ફિલ્મ ‘શહીદ’ માં ગીત ગાવવા માટે લતાજીની અવાજ સંભળાવી મુખર્જીએ પહેલા તેમનું ગીત ધ્યાનથી સાંભળ્યું અને પછી કહ્યું કે, તેઓ તેમની ફિલ્મમાં લતાજીને કામ આપી શકશે નહીં, કારણ કે તેમનો અવાજ વધારે પડતો પાતળો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *