અમદાવાદ : “ABC ટ્રસ્ટ” અને “મૂસ્તફા રઝા એકેડમી”ના સંયૂક્ત ઉપક્રમે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
આ કેમ્પમા અમદાવાદના 50 જેટલા નિષ્ણાંત, સ્પેશિયાલિશ્ટ, સુપર સ્પેશિયાલિશ્ટ, એલોપેથીના એમ.બી.બી.એસ, એમ.ડી, એમ એસ, તેમજ આયૂર્વેદ, યૂનાની, તેમજ હોમિયોપેથીના નિષ્ણાતં હકીમો અને વૈધોએ સેવા આપી હતી.
અમદાવાદ તા. 11
શહેરના ગોમતીપુર ઝૂલતામિનારા મેદાન ખાતે રવીવારના રોજ એક ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પનૂ આયોજન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પમા આશરે 800થી 1000 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમા અમદાવાદના 50 જેટલા નિષ્ણાંત, સ્પેશિયાલિશ્ટ, સુપર સ્પેશિયાલિશ્ટ, એલોપેથીના એમ.બી.બી.એસ, એમ.ડી, એમ એસ, તેમજ આયૂર્વેદ, યૂનાની, તેમજ હોમિયોપેથીના નિષ્ણાતં હકીમો અને વૈધોએ સેવા આપી હતી.
આ કેમ્પમા સૂઝોક થેરાપી એક્યુ પ્રેશરની નિષ્ણાંત ટીમે પણ પોતાની આગવી સેવા આપી હતી જેમા લાંબા સમયથી હટીલા રોગોથી પીડિત દર્દીઓને સચોટ માર્ગદર્શન સલાહ, તેમજ આયૂર્વેદ, યૂનાની, તેમજ એલોપેથી દવાઓ અને સારવાર તદ્દન મફત આપવામા આવી હતી. લગભગ ૬-૭ જુદી જુદી પેથીના નિષ્ણાતં ડોક્ટરોએ આશરે 800થી 1000 જેટલા દર્દીઓનૂ સચોટ નિદાંન અને સારવાર કરી હતી. આ કેમ્પમા લોહીની પણ તપાસ મફત કરવામા આવી હતી.
આ કેમ્પમા મૂખ્ય મહેમાન તરીકે ગૂજરાત આયૂર્વેદ & યૂનાની બોર્ડના પ્રેસિડેન્ટ ડો. હસમૂખ સોની અને શારદા બેન હોસ્પિટલના આર.એમ.ઓ. (RMO) ડો. સૂનીલ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમા “ABC ટ્રસ્ટ”ના પ્રમૂખ ડો. જી. એ. શેખને ગૂજરાત હાઇકોર્ટના રિટાયર રજિસ્ટ્રાર અને રિટાયર જજના હસ્તે “મૂસ્તફા રઝા એકેડમી એવોર્ડ” આપીને સન્માન કરવામા આવ્યુ હતુ.
આ કેમ્પમા સૌથી અનોખી વાત એ રહી હતી કે આ કેમ્પમા 6થી 7 જૂદી જૂદી સારવાર પધ્ધતીઓના નિષ્ણાતં ડોકટરો, વૈધો, હકીમો અને થેરાપિશ્ટ એ એકજ કેમ્પમા સેવા આપી હોય એવુ ભાગ્યેજ કોઇ મેડિકલ કેમ્પમા જોવા મળતુ હોય છે. પરંતુ “ABC ટ્રસ્ટ”ના પ્રમૂખ ડો. જી એ શેખની સહાયતાથી “મૂસ્તફા રઝા એકેડમી”ના સહયોગથી આ કામ સરળતાથી શક્ય બન્યુ હતુ.
અંતે “ABC ટ્રસ્ટ” અને “મૂસ્તફા રઝા એકેડમી”ના આગેવાનો તથા ડો. જી. એ. શેખને ખુબ ખુબ અભિનદંન અને કેમ્પમા સેવા આપનાર તમામ ડોક્ટરોનુ ખુબ ખુબ આભાર માન્યું હતું.