અમિત પંડ્યા
અતિ મહત્વના બારકોડ રેશન કાર્ડ તેઓ માટે ઉપયોગી બની રહેશે.
અમદાવાદ,તા.૧૮
શહેરના સુવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરમાં વસતા સાધુ સંતોને પ્રથમવાર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવા બારકોડ રેશન કાર્ડ આપવામા આવ્યા.
અમદાવાદ શહેરના એડીશનલ કલેક્ટર તેમજ અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક જશવંત જેગોડાની વિશેષ ઉપસ્તિથીમા મંદિર સકુંલમાં સાધુ સંતોને રેશન કાર્ડ અર્પણ કરાયા હતા.

નવા બારકોડ રેશન કાર્ડ સાધુ સંતોને પ્રધાન મંત્રી આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે અને તે માટે અતિ મહત્વના બારકોડ રેશન કાર્ડ તેઓ માટે ઉપયોગી બની રહેશે.

જગન્નાથ મંદિર ના મેનેજીગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા અને મહંત શ્રી દિલીપદાસજી મહારાજ સાથે જમાલપુર ઝોનલ કચેરીમા મદદનીશ પુરવઠા નિયામક રાજેશ પ્રજાપતિની પુરવઠા વિભાગની ટીમની હાજરીમાં મંદિર સકુંલમાં આજે શુક્રવાર ૧૮મી ઓગસ્ટ એ સાંજે ચાર કલાકે કેમ્પ યોજીને નવા બારકોડ રેશન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજયો હતો.