વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સહિત સ્કૂલ બેગ, કમ્પાસ તથા સ્ટેશનરી આપી અભિવાદન કરાયું હતું.
અમદાવાદ,તા.૧૦
શહેરના લાલ દરવાજા ખાતે આવેલ રિપબ્લિક હાઈ સ્કૂલમાં આજ રોજ અમદાવાદ શહેર પોલીસ ઝોન-૨ના કારંજ પોલીસ સ્ટેશન તરફથી ધોરણ 1થી 12માં સારું પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર સહિત સ્કૂલ બેગ, ચોપડા, કમ્પાસ તથા સ્ટેશનરી આપી અભિવાદન કરાયું હતું.


આ અભિવાદન સમારોહમાં શહેર પોલીસ ઝોન-૨ના કારંજ પોલીસ સ્ટેશનના મદદનીશ પોલીસ કમિશ્નર C ડિવિઝન સ્મિથ ગોહિલ, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.ટી. ચોધરી તથા PSIના હસ્તે પ્રમાણપત્ર સહિત સ્કૂલ બેગ, ચોપડા, કમ્પાસ તથા સ્ટેશનરી આપી વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું હતું.

આ પ્રસંગે રિપબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલે શહેર પોલીસ ઝોન-૨ના કારંજ પોલીસ સ્ટેશનના મદદનીશ પોલીસ કમિશ્નર C ડિવિઝન સ્મિથ ગોહિલ, કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.ટી. ચોધરી તથા પીએસઆઈનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.