મંદિર અને તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદ,તા.૦૬
શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.રથયાત્રાની ભક્તો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે કોરોનાની મહામારીમાં એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી અને એક વર્ષ રથયાત્રા નીકળી તો ભક્તો સાથે જોડાઇ શક્યા ન હતા, પરંતુ ચાલુ વર્ષે કોરોના કંટ્રોલમાં છે. મંદિર અને તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર સંચાલકો વિધિ અને ભગવાનના શણગારની તૈયારી કરી રહ્યાછે. ત્યારે રથયાત્રાના રૂટ પરની સલામતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાન અથવા મકાનની છત હોય તો તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસ આપી છે. મધ્ય ઝોનમાં 283 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે તો ઉત્તર ઝોનમાં 142 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. મંદિર સંચાલકો વિધિ અને ભગવાનના શણગારની તૈયારી કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યાત્રાને લઇને 400 મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે.