સિમેન્ટ, સ્ટીલ, લોખંડ સહીતના ભાવોમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જેના કારણે રીયલ એસ્ટેટમાં મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ,
ગુજરાતમાં સૌથી વધુ મકાનો બનવાનું અને સૌથી વધુ મકાનો વેચાવાની પ્રક્રિયા અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. અમદાવાદ શહેર રીયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ ડેવલપ થઈ રહ્યું છે અહીં રોડ રસ્તા, નવી ટીપીઓ તેમજ તેના કારણે ડેવલપ થતા એરીયામાં મકાનો વધુ બની રહ્યા છે જ્યારે મકાનોની સૌથી વધુ કિંમત પણ અમદાવાદ શહેરમાં છે.
અમદાવાદમાં લાખોથી લઈને કરોડોની કિંમતને આંબે તેવા મકાનો છે. ત્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્રે એક પછી એક પ્રોજેક્ટ માંગ વધવાની સાથે સાથે વધી રહ્યા છે તે છતાં પણ ભાવ વધી રહ્યા છે. અમદાવાદમાં મકાનોના ભાવમાં 8 ટકાથી વધુનો વધારો થયો છે. મટીરીયલના ભાવ વધ્યા છે. લગભગ સિમેન્ટ, સ્ટીલ, લોખંડ સહીતના ભાવોમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જેના કારણે રીયલ એસ્ટેટમાં એક બાજુ મોંઘવારીનો સામનો કરતા લોકો માટે આરબીઆઈના રેપોરેટના નિર્ણયના કારણે લોનો પણ મોંઘી થઈ છે.
આગામી સમયમાં અમદાવાદ રીયલ એસ્ટેટના હબ તરીકે ઉભરી રહ્યું છે. કેમ કે, અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર મકાનોના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ નિકોલ, નરોડા જે નવા એરીયા ડેવલપ થયા છે તે વસ્ત્રાલ સહીતના વિસ્તારોમાં ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યા છે તો પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને સાઉથ બોપલ, સોલા, સીલજ, સિંધુ ભવન, વસ્ત્રાપુર સહીતના વિસ્તારોની અંદર પણ ભાવમાં ધરખમ વધારો થયો છે.