અમિત પંડ્યા
અમદાવાદ,તા.૧૫
ઘોડાસરના સિધ્ધેશ્ર્વર પાર્કમાં રહેતા ૬૧ વર્ષના જોષી મહેશભાઈ રાજેન્દ્રભાઈને રેલવે ફાટક બંધ હતુ ત્યારે ઓળંગવું જોખમી સાબિત થયું હતું.
મેહમદાવાદથી આવી રહેલ અને મણિનગર તરફ જતી માલગાડી સાથે અથડાતા વ્હીલ નીચે આવી ગયો અને જમણો પગ આખો ૧૦૦ મીટર રેલગાડી સાથે અથડાઈને આગળ ગયો હતો. જ્યારે જીવીત હાલતમાં તે નીચે માલગાડી સાથે પાટા અને ગાડીની વચ્ચે ફસાઈ ગયા હતા.
માલગાડીને ૨૦ મિનિટ સુધી થંભાવી રાખીને માલગાડીને એકાદ મીટર રીવર્સમાં લઈને જીવીત હાલતમા ૧૦૮માં LG હોસ્પીટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની ત્રણ કલાકની સારવાર બાદ તેમને મૃત જાહેર કરાયા હતા.
ફાટક પર તમામ વાહનચાલકો સાથે ફાટક મેનની બુમાબુમ છતા ૬૧ વર્ષના જોષી મહેશભાઈએ સાંભ્ળયુ નહિ અને માલગાડી સાથે જઈ ટકરાયા હતા. આસપાસમાં મોટી સંખ્યામાં લોકો આ ઘટના જોવા ટોળે વળ્યા અને સ્તબ્ધ થઇ ગયા હતા.