(રીઝવાન આંબલિયા)
તનીશાની યાદમાં આ સમગ્ર એવોર્ડનું આયોજન જયેશ વાઘેલાએ કર્યું હતું જેમાં મુખ્ય સપોર્ટ મનન ભરવાડે કર્યો હતો.
અમદાવાદ જશોદાનગર ખાતે તા.૧૦-૧૨-૨૦૨૩ રવિવારના રોજ તનીશા ડેકોરેશન આયોજિત તનીશાની બીજી પુણ્યતિથિ નિમિત્તે તનીશાની યાદમાં આર્ટિસ્ટ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બાબુસિંહ જાદવ, ભૂષણ ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા, કૌશિક પટેલ, મૌલિક પટેલ, કલ્પેશ મકવાણા, નવઘણભાઈ મુંધવા, રાજ શેખાવત, હરીશભાઈ મકવાણા, વસાવા રેનું ચૌહાણ, કરણ ચૌધરી અને મુખ્ય કલાકાર તરીકે મનન ભરવાડ, એકતા ક્વીન, ખુશી પ્રજાપતિ, આરતી રોહિત, ધવલ બારોટ, કાજલ ડોડીયા, રાજન રાયકા, વિશ્વા સુથાર, કૌશિક ભરવાડ તથા સહયોગ તરીકે હર્ષ વાઘેલા, નીરવ વાઘેલા, મહેશ ભરવાડ, રોશન વાઘેલા, મોન્ટુ અમરાઈવાડી, મનીષ ઢોલી, રવિ વાઘેલા, જીગર પલાણા તથા એન્કર તરીકે જયંતિ વાઘ, નિધિ મહિડા, શ્વેતા વાઘેલા હાજર રહ્યા હતા. મીડિયા સપોર્ટ તરીકે જયેશ રાઠોડ યોગેશ પંચાલ રીઝવાન આંબલીયા ખાસ હાજર રહ્યા હતા. આ સમગ્ર એવોર્ડનું આયોજન જયેશ વાઘેલાએ કર્યું હતું જેમાં મુખ્ય સપોર્ટ મનન ભરવાડે કર્યો હતો.