અમદાવાદ,
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોની ઘટના સામે આવી હતી તેમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે બનાવો બન્યા હતા જેમાં ખોખરા પોલીસે ત્રણ આરોપીઓમાંથી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, સુનિલ ઉર્ફે ડોંગરો ચુનારા અને આઝાદ ચુનારા નામના શખ્સની ધરપકડ કરી લીધી છે અને ફરાર વિક્રમ નામના આરોપીની શોધખોળ પોલીસે હાથ ધરી છે.
ખોખરા પોલીસની ગિરફતમાં આવેલા આ બંને આરોપીઓ સુનિલ ઉર્ફે ડોંગરો અને આઝાદ ચુનારાની ધરપકડ કરી લીધી છે. બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે છેલ્લા કેટલાક સમયથી છૂટક મજૂરી નહીં મળતા આખરે તેમણે ગુનાનો રસ્તો અપનાવ્યો હતો. પોતાની મજૂરી કરવાના સાધનો વડે જ ખોખરા વિસ્તારમાં ચોરી કરવાનું શરૂ કરી દીધું હતું એક ઘરફોડ ચોરી તથા એક ચોરી એમ કુલ બે ગુનાને અંજામ આ ત્રણેય આરોપીઓએ આપ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસે ચોરીમાં ગયેલો તમામ મુદ્દમાલ રીકવર કરી લીધો છે.
બેકારી માણસને કશું પણ કરાવવા મજબૂર કરી જતી હોય છે, અને આવું જ કંઈક બન્યું છે ખોખરા પોલીસના ગિરફતમાં આવેલા આ બંને આરોપીઓ સાથે છેલ્લા કેટલાય સમયથી છૂટક મજૂરી મળતી ન હોવાના લીધે આ બંને શખસોએ ચોરીના ગુનાને અંજામ આપવાનો ખોટો વિચાર કરી નાંખ્યો હતો અને બાદમાં મજૂરી કરવાના ઓજારો વડે જ ખોખરા વિસ્તારમાં હાથ સાફ કરવાની શરૂઆત કરી દીધી હતી. ઘરફોડ ચોરી 19550 અને સાદી ચોરી 15500 રૂપિયાની આચરી હતી જેમાં બંધ મકાનમાં રહેલો સામાનની ચોરી આ બંને આરોપીઓ અને હાલ પોલીસ ચોપડે વોન્ટેડ એવો આરોપી વિક્રમ ચુનારા આ ત્રણેય આરોપીઓએ મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં જણાઈ આવે છે…ત્યારે હાલ પોલીસે વોન્ટેડ આરોપી વિક્રમ ચુનારાની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.