અમદાવાદ : ખોખરા પોલીસ “શી ટીમ” દ્વારા સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં સ્વબચાવ અંગે તાલીમ આપવામાં આવી
એ.એસ.આઈ (ASI) જી.ડી.પરમાર તેમની ટીમ તથા ૧૮૧ની ટીમ તાલીમ આપવા ખાસ હાજર રહ્યા હતા.
શહેરના ખોખરા વિસ્તારમાં આવેલ સોમનાથ હાયર સેકેન્ડરી સ્કુલમાં તા:૨૬ શનિવારના રોજ “શી ટીમ”ના ઇન્ચાર્જ એ.એસ.આઈ ગૌરીબેન પરમાર અને મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ની ટીમ દ્વારા ધોરણ ૭ થી ૧૦ માં અભ્યાસ કરતી વિધ્યાર્થીનીયોને સ્વબચાવ અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં મહિલા “શી ટીમ”ના પોલિસ જવાનો તથા સ્કુલના સભ્યો સાથે મળીને ૨૫૦ કરતા વધુ દીકરીઓને પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવી હતી.
આજના જમાનામાં જ્યાં છોકરીઓ છોકરાઓ સાથે ખબેથી ખબે મેળવીને ચાલે છે તો ત્યાં જ તેમની સુરક્ષાનો એક મોટો સવાલ પણ ઉભો થાય છે, દેશ દુનિયામાં દરેક જગ્યા દીકરીઓ પોતાનું સ્થાન બનાવી રહી છે, અને સાથે-સાથે આપણે જોતા હોઈએ છે કે, દિકરીઓ ઉપર બળાત્કાર અને અત્યાચાર જેવા ગંભીર કિસ્સાઓ પણ વધતા જાય છે, જેને જોતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આજ બાબતને ધ્યાનમાં રાખીને એ.એસ.આઈ ગૌરીબેન પરમારે સ્વબચાવની શરુઆત કરી છે. એ.એસ.આઈ ગૌરીબેન પોતાનો ઉદ્દેશ્ય જણાવતા કહે છે કે, “દિકરી જયારે સમાજમાં પોતાના સ્થાને જાય તો એ પોતે એટલી મજબુત બને કે, ખુદનુ અને સાથે-સાથે ખુદના પરિવારનું રક્ષણ કરી શકે.” આ કાર્યેક્ર્મમાં દિકરીઓને self defance ના અલગ-અલગ તકનીકી દાવ પેચ સિખવાડવામાં આવ્યા હતા, જેમાં કેવી પરિસ્તીથી સામે કેવા પગલા લેવા ને કપરી પરિસ્તીથીમાં કેવી રીતે પોતાનો બચાવ કરવો તેની તાલીમ આપવામાં આવી હતી.