અમદાવાદમાં IPL ક્રિકેટમાં ટિકિટોની કાળાબજારી કરનારની ખેર નહીં, પોલીસે 17 ટીમો બનાવી, રાખશે ચાંપતી નજર
કાળા બજારી કરતા લોકોએ પહેલાથી જ વધુ ટિકિટો ખરીદી લીધી છે, જેઓ 10 ગણા ભાવે ટિકિટો વેચી રહ્યા છે
અમદાવાદ,તા.૨૯
અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડીયમની અંદર ક્રિકેટની ખરાખરીનો જંગ આજે છે ત્યારે અગાઉથી જ તમામ ટિકિટો ઓનલાઈન બુક થઈ ગઈ છે. ટિકિટો પર નજર રાખી કાળા બજારી કરતા લોકોએ પહેલાથી જ વધુ ટિકિટો ખરીદી લીધી છે. જેઓ 10 ગણા ભાવે ટિકિટો વેચી રહ્યા છે. 1500ની ટિકિટ 15,000માં વેચી રહ્યા છે અને 800ની ટિકિટ ફાઈનલ માટે 8000ની વેચી રહ્યા છે ત્યારે ક્વોલિફાયર રાઉન્ડમાં પણ ટિકિટોની કાળા બજારીના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા હતા. જેને જોતા પોલીસ દ્વારા હવે ચાંપતી નજર રાખવામાં આવશે પરંતુ કેટલીક ટિકિટો તો કાળા બજારીમાં જ વેચાઈ ગઈ છે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમની બહાર કાળા બજારીઓ ઉભા રહી ટિકિટો 10 ગણા ભાવે વેચતા હોય છે. જેમના પર પોલીસ દ્વારા ચાંપતિ નજર રાખવામાં આવશે.
અમદાવાદ પોલીસે આઈપીએલની ટિકિટોની કાળા બજારી રોકવા માટે 17 ટીમો બનાવી દીધી છે. જે આજે ગોઠવી દેવામાં આવી છે. અગાઉ પણ સાદા ડ્રેસમાં પોલીસે કાળા બજારીઓને ઝડપી પાડ્યા હતા ત્યારે આજે વધુ કાળા બજારીઓ ઝડપવામાં આવશે. આ ઉપરાંત પાકિટ મારો અને મોબાઈલની ચોરી કરતા ચોરને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આ ચોરો પર પણ પોલીસની ચાંપતી નજર રહેશે, સિવિલ ડ્રેસમાં પોલીસ તહેનાત રહીને તેમના પર નજર રાખશે.