આ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ડો. રોહાન શેખ અને ડો. મોઅઝ્ઝમ વચ્ચે રમાઇ હતી જેમા ભારે રસાકસી બાદ ડો. મોઅઝ્ઝમનો વિજય થયો હતો.

અમદાવાદ તા.24-07-22
“ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ ફન લીગ” (DFL) ક્રિકેટ ટૂર્નામેન્ટની અપાર સફળતા બાદ રવીવારના રોજ “ડોક્ટર્સ બેડમિન્ટન લીગ”નુ આયોજન કરવામા આવ્યુ હતુ.
શહેરના ખોખરા સ્પોર્ટસ ક્લબ ખાતે “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ બેડમિન્ટન લીગ”નુ સફળ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા અમદાવાદના આશરે 60થી પણ વધારે ડોક્ટરોએ ભાગ લીધુ હતુ. આ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ડો. રોહાન શેખ અને ડો. મોઅઝ્ઝમ વચ્ચે રમાઇ હતી જેમા ભારે રસાકસી બાદ ડો. મોઅઝ્ઝમનો વિજય થયો હતો.

ABC ટ્રસ્ટ”ના સંચાલક ડો. જી.એ.શેખએ જણાવ્યુ હતુ કે ડોક્ટરોની વ્યસ્ત જીવનશૈલીમા આવા રમત ગમતના કાર્યક્રમોનુ આયોજન એ ખુબ જ જરૂરી છે કે જેથી ડોક્ટરો પોતાની જીવનશૈલીમાથી થોડોક સમય કાઢીને આવી રમત ગમતની ટૂર્નામેન્ટમા ભાગ લઇ શકે અને પોતાના તન અને મનને હળવુ કરી શકે.

DFL કમીટીના અધ્યક્ષ ડો. નિઝામ સૈય્યદએ જણાવ્યુ હતુ કે, કોરોના કાળ બાદ ડોક્ટરોનુ જીવન ખુબ જ વ્યસ્ત અને તનાવપૂર્ણ બની ગયુ છે આવા સમયમા “ABC ટ્રસ્ટ”ની DFL કમીટીના આવા કાર્યક્રમો એ ડોક્ટરો માટે ખુબ જ આકર્ષક બન્યા છે.

અંતે ડો. જી.એ.શેખ અને ડો. નિઝામ સૈય્યદને આવા સફળ કાર્યક્રમનુ આયોજન કરવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.