અમદાવાદમાં 5 દિવસ યલ્લો એલર્ટ, રાજ્યના નાગરીકોને ગરમીથી હાલ કોઈ રાહત નહીં, કંડલામાં હીટ વેવની આગાહી
અમદાવાદ,
અગન ગોળાની જેમ વહેતા સૂકા પવનોના કારણે એક વીકથી ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી રહયો છે. ગરમીના કારણે લોકોએ બપોરના સમયે બહાર નિકળવાનું જ બંધ કરી દીધું છે.
કંડલામાં ગરમીના કારણે હીટ વેવની અસર જોવા મળી રહી છે ગરમીના કારણે અમદાવાદમાં 44 ડીગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. 5 દિવસ સુધી હજુ પણ યલ્લો એલર્ટ ગરમીના કારણે રહેશે. ઓરેન્જ દરીયાઈ સ્થળોની આસ પાસ જોવા મળશે જો કે તેમને થોડી રાહત થશે. સૌરાષ્ટ્રમાં 2થી 3 ડીગ્રી તાપમાન દરીયાઈ ક્ષેત્રોમાં ઘટી શકે છે. કેટલાક વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઘટવાની રાહ જોવાઈ રહી છે.
ગરમીને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગાઉના 5 દિવસ ઓરેન્જ એલર્ટ હતુ ત્યારે અમદાવાદમાં હવે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે 44 ડીગ્રીથી 45 ડીગ્રી આસપાસ જેટલી ગરમી જોવા મળી રહી છે. અમદાવાદ સહીતના શહેરોમાં પડી રહેલી ગરમીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
ગ્રીન કવર ઓછું થવાના લીધે ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. અગાઉ ગુજરાતના 12 શહરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ ચૂક્યો છે જ્યારે અન્ય અમદાવાદ, અમરેલી, ગાંધીનગર સહીતના 3 શહેરોમાં 44 ડિગ્રીને પાર ગરમીનો પારો જોવા મળ્યો હતો.
બપોરના 12 વાગ્યા પહેલા તાપમાનનો પારો ઉંચકાય છે સાંજે 6 વાગ્યા સુધી અસહ્ય ગરમી પડે છે. ખાસ કરીને અત્યારથી જ આ સ્થિતિ છે શરુઆતના મે મહિનામાં જોવા મળી રહી છે ત્યારે ગરમીમાં જુન, જુલાઈ મહિનાનો ઉકળાટ પણ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે.