Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ રમતગમત

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચના બ્લેકની ટિકિટોના ભાવ 10 ગણા, 1500ની ટિકિટ 15,000માં વેચાઈ રહી છે

ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે.

મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રુ, 800ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000માં વેચાઈ રહી છે. 

અમદાવાદ,

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમની અંદર આજથી મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે ફાઈનલ પણ રમાવાની છે ત્યારે ટિકિટના ભાવ ડબલ કે ત્રણ ગણા નહીં પરંતુ 10 ગણા વઘી ગયા છે. 1 લાખ 32 હજારની સંખ્યાની કેપેસિટીની સીટો ધરાવતું આ ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યારે આ સ્ટેડિયમમાં ક્યાંય જગ્યા જ નહીં રહે કેમ કે, ટિકિટો તમામ વેચાઈ ગઈ છે. ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે. મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રુ, 800ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000માં વેચાઈ રહી છે. 

1500ની ટિકિટના ભાવ 15,000 થઈ ગયા છે. આમ ટિકિટો જે લોકો બાકી રહી ગયા છે તેમને આસાનીથી મળી રહી નથી. જેવી ટિકિટ બારી ઓનલાઈન ચાલું થઈ તેવામાં જ તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ઓફલાઈન ટિકિટો જ મળી રહી નથી ત્યારે જે ક્રિકેટના ચાહકો બાકી રહી ગયા છે તેઓ તેમના આ શોખને પૂરો કરવા માટે ટિકિટો બ્લેકમાં લઈ રહ્યા છે. 

બ્લેકમાં ટિકિટ વહેચનાર લોકોએ પહેલાથી જ એક પછી એક ટિકિટો લઈ લીધી હતી ત્યારે આ ટિકિટોના ભાવ ઓનલાઈન ટિકિટ બારીમાંથી તમામ ટિકિટો વેચાઈ ગયા બાદ વધુ ટિકિટો લેનાર કાળાબજારી કરનારાઓએ 10 ગણા ટિકિટના ભાવ કરી દીધા છે. અમદાવાદમાં ગુજરાતની ટીમ સફળ થતાની સાથે જ તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *