અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બપોરના સમયે સાંજ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સેટેલાઈ, નેહરુનગર, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમરોડ, રીલીફ રોડ, દૂધેશ્વર, શાહપુર, દિલ્હી દરવાજા સહીતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં અત્યાર સુધીમાં 34 ઈંચ આસપાસ સરેરાસ સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વધુ વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે. વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પણ તૂટી રહ્યા છે જ્યારે નવા ભૂવાઓ પણ પડી રહ્યા છે. કોર્પેોરેશનની કામગિરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કેમ કે, અત્યાર સુધી 15 દિવસમાં લોકોએ ઓનલાઈન 25 હજાર જેટલી ફરીયાદો કરી હતી ત્યારે તેમાંથી 16 હજાર જેટલી ફરીયાદો રોડ રસ્તા મામલે હતી. જેમાંની કેટલીક ફરીયાદોનો ઉકેલ હજુ સુધી નથી આવ્યો ત્યારે વરસાદ પડતા કોર્પોરેશનની કામગિરીની વધુ પોલ પણ ખૂલી શકે છે. લોકોના કમરના મણકા તૂટી જાય તેવા ખાડાઓ શહેરમાં પડ્યા છે. ત્યારે 15 સપ્ટેમ્બર સુધી તમામ પેચ વર્ક થાય તેવો દાવો પણ કરાયો છે પરંતુ વધુ ખાડાઓ વરસાદી માહોલમાં પડી રહ્યા છે.
મહેરની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ સિવાય ગુજરાતમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં સૂરત, છોટા ઉદેપુર સહીતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે ભરુચ અને બારડોલીમાં પણ વરસાદ પડ્યો હતો.