Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં પણ હવે આગામી સમયમાં એર ટેક્સી શરુ થશે

Air taxi : અમદાવાદથી મુન્દ્રા હવે માત્ર ૨ કલાકમાં પહોંચાશે

અમદાવાદ,
વિદેશની જેમ જ હવે ગુજરાતીઓ પણ એક શહેરથી બીજા શહેર જવા માટે એર ટેક્સી (Air taxi)નો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટેક્સી શરુ થવા જઈ રહી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદ એરપોર્ટ પરથી હવાઈ ટેક્સી શરૂ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટસ અનુસાર જુલાઈ મહિનાના અંત સુધીમાં હવાઈ ટેક્સીની સેવા શરુ થઈ શકે છે.

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વધતા ઉડાન રિજનલ કનેક્ટિવિટીની યોજના હેઠળની પહેલ કરવામાં આવી છે. એર ટેક્સી નામની કંપની દ્વારા ગુજરાતમાં હવાઈ ટેક્સીની સેવા પૂરી પાડવામાં આવશે. હવાઈ ટેક્સી સેવાની શરુઆતના પ્રથમ ફેઝમાં મુન્દ્રા સુધી સેવા પૂરી પાડવામાં આવશે. જ્યારે બીજા ફેઝમાં દીવ, અમરેલી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના રુટ્‌સને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના તમામ પર્યટન સ્થળોને પણ આવરી લેવામાં આવે તેવી સંભાવના છે.

એરલાઇન કંપનીને નુકસાન ન જાય અને ઓપરેટિંગ ખર્ચ નીકળી જાય તેવા પણ પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. જેના પગલે એર ટેક્સી સપ્તાહમાં છ દિવસ ચાલશે અને પ્રથમ ફ્લાઈટ દિવસમાં ત્રણ વખત મુન્દ્રા આવન જાવન કરશે. હવાઈ ટેક્સીમાં અમદાવાદથી મુન્દ્રા જવાનું ભાડું લગભગ ૨૦૦૦થી ૨૫૦૦ રુપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જાે અમદાવાદથી મુન્દ્રાના બાયરોડ અંતરની વાત કરીએ તો ૩૪૨ કિમી છે. જેનું અંતર કાપતા ૭ કલાકનો સમય લાગે છે. જ્યારે હવાઈ ટેક્સી દ્વારા તમે ૩ કલાકમાં જ અંતર કાપી શકશો. તો દક્ષિણ ભારતની એર ટેક્સી કંપની ટેકનો ૨૦૬ પ્રકારના નાના ચાર સીટર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. જેમાં એક કેપ્ટન અને ત્રણ પેસેન્જર બેસી શકશે. કંપનીએ એરક્રાફ્ટ દુબઈથી ખરીદી એન.એસ.પી.થી લઈ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની મંજૂરી મેળવી છે. હાલમાં એરક્રાફ્ટને હુબલી એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યા છે. પરંતુ હજુ અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરવા માટે એરપોર્ટ ઓપરેટરની મંજૂરીની રાહ જાેવાઈ રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *