Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMCએ સરસ નિર્ણય દાખવ્યો : જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે AMCને પરત કરી શકે છે

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMC એ ખુબ જ સરસ નિર્ણય દાખવ્યો છે. જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે એએમસી ને પરત કરી શકે છે.

AMC દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે સન્માન સાથે પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધીની જે અમૃત મહોત્સવનું આયોજન હતું અને હર ઘર તિરંગાની યાત્રા બાદ આપણા દેશના તિરંગાને એમ કોઈ પણ જગ્યાએ વેડફી ન દેવામાં આવે અને અપમાન ન કરવામાં આવે તે બદલ આ રાષ્ટ્રધ્વજને પરત લેવા માટેની પહેલ ચાલી રહી છે. અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMCએ ખુબ જ સરસ નિર્ણય દાખવ્યો છે.

જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે એએમસીને પરત કરી શકે છે. જે કોઈ ઘરે રાખવા માંગતું હોય તો તે પણ સાચવીને મૂકી શકે છે જેથી દર વખતે આ જ રાષ્ટ્રધ્વજને ફરી ફરીને ઉપયોગમાં લઈ શકાય. ઉપરાંત નજીકના સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસમાં પણ તિરંગાને પરત લેવામાં આવશે. હવે રાષ્ટ્રધ્વજ આપણને ફેંકેલો કે કચરામાં કે કશે જોવા નહીં મળે આપણા દેશનો સન્માન આપણા રાષ્ટ્રપ્રતિકનું સન્માન જળવાઈ રહેશે. જે રીતે સ્વતંત્ર દિવસની ઉજવણી બાદ વેચાયેલા તિરંગા સન્માનમાં ફેરવાઈ જશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *