અમદાવાદીઓને વરસાદ માટે હજુ 15 જૂન સુધી રાહ જોવી પડશે
અમદાવાદ,
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનું જોર ઘટવા લાગ્યું છે તેમ છતાં બફારાનું પ્રમાણ હજુ એટલું જ હોવાથી લોકોને રાહત મળી નથી. અમદાવાદમાં ગઈકાલે સરેરાશ મહત્તમ તાપમાન 41.6 જેટલું રહ્યું હતું જયારે ભેજનું પ્રમાણ વધીને 71% નોંધવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું અને તાપમાન 41.6, બફારો રહેવાથી લોકો પરેશાન છે. અમદાવાદીઓને વરસાદ માટે હજુ 15 જૂન સુધી રાહ જોવી પડશે.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજુ પણ બે દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ પવનની ગતિ વધતા દરિયાઈ ખેડુને ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં વાતાવરણ સૂકું રહશે. અમદાવાદ શહેરમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે બફારો વધતા લોકોને હજુ પણ ગરમીથી રાહત મળી નથી.
આગામી દિવસોમાં અમદાવાદ શહેરનું તાપમાન મહત્તમ 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. હવામાન અંગે આગાહી કરતી પ્રાઇવેટ સંસ્થા અનુસાર અમદાવાદમાં આગામી 15મી જૂન સુધી વરસાદનું આગમન થાય તેવી શક્યતા નહિવત છે. અમદાવાદવાસીઓને વરસાદ માટે હજુ 15 જૂન કે તેથી વધુ સમય વરસાદના આગમનની રાહ જોવી પડશે.