અબરાર એહમદ અલવી
અમદાવાદ,તા.૨૮/૦૯/૨૦૨૩
દાવતે ઈસ્લામી દ્વારા “ઈદ-એ-મિલાદુન્નબી”નું જૂલૂસ કાઢવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂવારે સવારે દાવતે ઈસ્લામી દ્વારા “ઈદ-એ-મિલાદુન્નબી”ના પર્વની ઉજવણી કરી જુલુસ કાઢવામાં આવ્યો હતો. શહેરમાં ગુરૂવારે સવારે 8થી 12 દરમિયાન જમાલપુરથી પરંપરાગત રૂટ પરથી “નાઅત શરીફ” પઢતા પઢતા શાંતિના માહોલમાં જુલુસ નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. “ઈદ-એ-મિલાદુન્નબી”ના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.

નોંધનીય છે કે, “અમદાવાદ ઈદે મિલાદ સેન્ટ્રલ કમિટી” દ્વારા અમદાવાદમાં ઈદે મિલાદનો મુખ્ય જૂલૂસ શુક્રવારે બપોરે નીકળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ એક જ દિવસે હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.