અમદાવાદમાં ગુનાઓના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર ક્રાઈમની ઘટના સામે આવી છે. જેમાં ગઠિયાએ પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવેલ આધેડનું એટીએમ કાર્ડ બદલી 22 હજાર રુપિયા ઉપાડી લીધા
આ બનાવને લઈ કાગડાપીઠ પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલ એક એટીએેમ (ATM)માં આધેડ પોતાની પાસબુક લઈને આવ્યો હતો અને તે એન્ટ્રી કરાવવા માટે ઉભા હતા. તે સમયે કોઈ અજાણ્યા શખ્સે પાસે રાખેલ એટીએમ કાર્ડ બદલી નાખ્યો હતો. ત્યાર બાદ એટીએમનું પાસવર્ડ બદલી તેઓએ 22 હજાર રુપિયા ઉપાડી લીધા હતા.
ફરિયાદી જમાલપુરમાં રહે છે. બપોરના સમયે તે ભુલાભાઈ ચાર રસ્તા પાસે આવેલા એટીએમ ખાતે સ્ટેટમેન્ટ કઢાવવા માટે ગયા હતા. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમને મળ્યો હતો. મારી જોડે બેન્ક ઓફ બરોડાની એપ્લીકેશન છે તેમાંથી તમે સ્ટેટમેન્ટ કાઢી શકો છો. તેમ કહીને વાતચીત કરી હતી.
આધેડના મોબાઈલમાં પૈસા ઉપડી જવાના મેસેજે આવતા તેઓ ચોંકી ગયા હતા. જેમાં તેમના ખાતામાંથી 22 હજાર ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. બાદમાં તપાસ કરતા તેમને ખ્યાલ આવ્યો હતો કે, અજાણ્યા શખ્સે જ્યારે સ્ટેટમેન્ટ કઢાવવાનું કહ્યું ત્યારે એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. આ બનાવને લઈ કાગડાપીઠ પોલીસે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.