અમદાવાદની Aakash+BYJU’Sની વિદ્યાર્થિની ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
તનિષ્કા કાબરાએ નેશનલ લેવલની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થા અને દેશનું ગૌરવ વધાર્યું છે.
દર વર્ષે ધોરણ 12 કે તેથી નીચેના ધોરણના 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે
અમદાવાદ,
અમદાવાદની Aakash+BYJU’Sની વિદ્યાર્થિનિ તનિષ્કા કાબરા ચીનમાં યોજાનાર ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ -2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અમદાવાદમાં આવેલી Aakash+BYJU’Sની શાખામાંથી વિદ્યાર્થિનિ તનિષ્કા કાબરાએ નેશનલ લેવલની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને સંસ્થા અને દેશનું ગૌરવ વધાર્યું છે.
તનિષ્કા કાબરા ઇન્ડિયન ઓલિમ્પિયાડ ક્વોલિફાયર પરીક્ષા-2022 બાદ હવે ચીનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ -2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા HBCSE દ્વારા વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે. કેમેસ્ટ્રી (IOQC) ભાગ IIમાં ઇન્ડિયન ઓલિમ્પિયાડ ક્વોલિફાયરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે તનિષ્કા કાબરાને HBCSE દ્વારા ચીન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલિમ્પિયાડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ એક્ઝામ 10થી 18 જુલાઈ- 2022 દરમિયાન ઓનલાઈન યોજાશે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ અને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE)ના સહયોગથી એસોસિએશન ઑફ ટીચર્સ ઇન બાયોલોજિકલ સાયન્સ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. દર વર્ષે ધોરણ 12 કે તેથી નીચેના ધોરણના 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. IOQ ધોરણ 12માંના વિદ્યાર્થીઓ માટે છે. જો કે, ધોરણ 11માંના વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં બેસવાની છૂટ છે. રાજ્ય મુજબનો એક ચોક્કસ ક્વોટા છે, જે મુજબ વિદ્યાર્થીઓને આગળના તબક્કા માટે પસંદ કરવામાં આવે છે. વધુમાં રાષ્ટ્રીય સ્તરે (જેને મેરિટ ઈન્ડેક્સ સ્કોર કહેવાય છે)ની સરેરાશના 80 ટકા કરતા વધુ ગુણ મેળવનારા તમામ વિદ્યાર્થીઓ રાજ્ય મુજબના ક્વોટાને ધ્યાનમાં લીધા વિના આપમેળે પસંદ થઈ જાય છે. સામાન્ય રીતે આ પરીક્ષામાંથી ટોચના 1 ટકા વિદ્યાર્થીઓને ઇન્ડિયન નેશનલ ઓલિમ્પિયાડમાં બેસવા માટે પસંદ કરવામાં આવે છે.