અમદાવાદના મણીનગર વિસ્તારમાં સંગીત ટીચરનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરવામાં આવ્યું
અવારનવાર મહિલા પર દુષ્કર્મ આચરતો શખ્સ મહિલા સાથે લગ્ન કરતો ન હતો.
આરોપીએ અંગતપળોના વિડિયો અને વાતચીતના રેકોર્ડિંગ પણ રાખ્યા હતા.
અમદાવાદ,
અમદાવાદ શહેરના મણિનગરમાં પરણિત શખ્સે સંગીત ટીચર પર અવારનવાર દુષ્કર્મ આચરી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વિગતે વાત કરીએ તો મણિનગરમાં પરણિત શખ્સે સંગીત ટીચર પર અવારનવાર દુષ્કર્મ આચરી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ પોતે પરણિત હોવાની વિગતો મહિલાથી છુપાવી હતી અને પોતે ધંધો કરે છે તેમ કહી ધંધો કરવા માટે લાખો રૂપિયા લઈ ઠગાઈ આચરી હતી. બનાવ અંગે મહિલાએ 4 જણા સામે ફરિયાદ નોંધાવી છે. મણીનગરમાં રહેતી સંગીત ટીચરના પરિવાર સાથે ઘરોબો કેળવી વિશ્વાસ જીતી આરોપીએ પોતાનું પોત પ્રકાશયું હતું. મહિલાને હોટલમાં લઈ જઈ પરણિત હોવાની વિગતો છુપાવી આરોપીએ લગ્નના વચનો આપી દુષ્કર્મ આચર્યું હતું.
અવારનવાર આ રીતે મહિલા પર દુષ્કર્મ આચરતો શખ્સ મહિલા સાથે લગ્ન કરતો ન હતો. આરોપીએ અંગતપળોના વિડિયો અને વાતચીતના રેકોર્ડિંગ પણ રાખ્યા હતા. મહિલા અને તેના પિતા પાસેથી 7 લાખ જેટલી રકમ આરોપીએ સેરવી લીધી તેમજ ધાકધમકી આપતો હતો જેને લઇને મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.