Safeer News

Breaking News from Ahmedabad

દેશ

અદાણીના “ટ્રેનમેન” પોર્ટલ પરથી ઓનલાઈન ખરીદો ટ્રેન ટિકિટ…જાણો પ્રોસેસ

અદાણી ગ્રુપ હવે ઓનલાઈન ટ્રેન ટિકિટ પણ વેચશે. હા, અદાણી ગ્રુપે ઓનલાઈન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેનનો ૩૦% હિસ્સો કરોડોમાં ખરીદ્યો છે. તમે ટ્રેનમેન પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ ખરીદીને PNR વિગતોની તમામ વિગતો મેળવી શકશો. જાે તમે પણ નજીકના ભવિષ્યમાં ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ પોર્ટલ પરથી ટિકિટ ખરીદી શકો છો.

ઓનલાઈન ટિકિટ ખરીદવા માટે ઘણા પ્લેટફોર્મ છે. પરંતુ ઘણી વખત ઈન્ટરનેટની સમસ્યા કે, સર્વરની સમસ્યાને કારણે ટિકિટ બુકિંગ અટવાઈ જાય છે. જણાવી દઈએ કે, તમે ટ્રેનમેન દ્વારા ઓનલાઈન ટિકિટ કેવી રીતે ખરીદી શકો છો. પરંતુ, તે પહેલા જાણી લો અદાણીની આ ડીલ વિશે ગયા મહિને, અદાણી એન્ટરપ્રાઇઝિસે SEPL ઓનલાઈન ટ્રેન બુકિંગ અને માહિતી પ્લેટફોર્મ તરીકે જણાવ્યું હતું અને હવે તેણે કંપનીને ઈ-કોમર્સ અને વેબસાઈટ ડેવલપમેન્ટમાં એક તરીકે લોન્ચ કરી છે.

અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડે ૨૯.૮૧ ટકા હિસ્સા સાથે રૂ. ૩.૫૬ કરોડમાં આ સોદો ખરીદ્યો છે. ઈ-ટિકિટિંગ બિઝનેસ સેગમેન્ટ અંગે, IRCTCએ જણાવ્યું કે, ભારતીય રેલવેમાં દરરોજ લગભગ ૧૪.૫ લાખ રિજર્વ્ડ ટિકિટ બુક થાય છે. તેમાંથી લગભગ ૮૧% ઈ-ટિકિટ છે અને બાકીની IRCTC દ્વારા બુક કરવામાં આવી છે.

“ટ્રેનમેન એપ” પર ટિકિટ બુક કરવા માટે સૌથી પહેલા પ્લેસ્ટોર પરથી ટ્રેનમેન એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ હવે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી વડે એપ્લિકેશનમાં રજીસ્ટર કરો અને આગળ વધો. આ પછી, તમે જ્યાં જવા માંગો છો તેના ચઢવાના સ્ટેશન અને પહોચવાના સ્ટેશન નાખો. ત્યારબાદ તમારી સામે ટ્રેનનું લિસ્ટ દેખાશે અને હવે ટ્રેન પસંદ કર્યા પછી તમારું નામ, ઉંમર, સીટની વિગતો ભરો. ત્યારબાદ આગળ વધો અને તમારો પેમેન્ટ મોડ પસંદ કરો. ત્યારબાદ ચુકવણી પૂર્ણ થયા પછી તમારી ટિકિટ બુક થઈ જશે અને જાે તમે ઈચ્છો તો તેના પર કૂપન લગાવીને પણ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *