Safeer News

Breaking News from Ahmedabad

દેશ

વૃદ્ધ માતા સાથે ક્રૂરતા : ૬૨ વર્ષીય વૃદ્ધ માતાને બે પુત્રોએ જીવતી સળગાવીને મારી નાખી

વૃદ્ધ માતાને ઝાડ સાથે બાંધી તેને ફરીથી નિર્દયતાથી મારવામાં આવ્યો, પછી પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી. 

ત્રિપુરા,તા.૩૦
ત્રિપુરામાં, બે નાલાયક પુત્રોએ તેમની વૃદ્ધ માતા સાથે એવી ક્રૂરતા કરી કે, તેનાથી કોઈપણની કરોડરજ્જુમાં કંપારી આવી જશે. પુત્રોએ પહેલા તેમની ૬૨ વર્ષીય વૃદ્ધ માતાને ર્નિદયતાથી માર માર્યો. પછી તેને દોરડાની મદદથી ઝાડ સાથે બાંધી દીધી અને બાંધીને પણ માતાને પહેલા માર મારવામાં આવ્યો. ત્યારબાદ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. માતા ચીસો પાડતી રહી પરંતુ બંને પુત્રો જે પ્રેક્ષક બનીને માતાના મૃત્યુને જાેતા જ રહ્યા. તેમને તેની માતા પ્રત્યે કોઈ દયા ન આવી. બંનેની સામે માતાનું મૃત્યુ થયું.

આ પછી આરોપી ભાઈઓ ઘરે આવ્યા ત્યાં આરામ કરવા લાગ્યા જયારે પોલીસને આ અંગેની માહિતી મળતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને મૃતદેહનો કબજાે મેળવ્યો હતો. જે બાદ વૃદ્ધ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

મામલો પશ્ચિમ ત્રિપુરાના ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ખમારબારીમાં એક ૬૨ વર્ષીય વૃદ્ધ મહિલા તેના બે પુત્રો સાથે રહેતી હતી. ગયા વર્ષે તેના પતિનું અવસાન થયું હતું. મહિલાને એક બીજાે પુત્ર પણ છે તે અગરતલામાં રહે છે.

શનિવારની મોડી રાત્રે વૃદ્ધ મહિલાનો તેના બે પુત્રો સાથે ઘરમાં કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. પુત્રોએ મળીને માતાને મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓને ઘરની બહાર ખેંચી ગયા હતા. તે સમયે રાત્રીનો સમય હતો. અંધારાને કારણે કોઈ આ બાબતની નોંધ લઈ શક્યું નહીં. પુત્રોએ તેમની વૃદ્ધ માતાને ઝાડ સાથે બાંધી દીધી. તેને ફરીથી ર્નિદયતાથી મારવામાં આવ્યો, પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવામાં આવી. વૃદ્ધ માતા તેના પુત્રો પાસે દયાની ભીખ માંગતી રહી. પરંતુ તેમને તેમની માતા માટે કોઈ દયા ન આવી. મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. તેમણે આગ બુઝાવી દીધી. પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે ગ્રામજનોએ પુત્રોને આ કૃત્ય વિશે પૂછ્યું તો તેઓ કંઈ બોલ્યા વિના તેમના ઘરે ચાલ્યા ગયા.

આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓએ મૃતદેહનો કબજાે મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બંને આરોપી ભાઈઓની પણ ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ હતી કે, આટલો મોટો ગુનો કર્યા બાદ બંને આરોપીઓ ઘરે આરામથી સૂતા હતા. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

(જી.એન.એસ)