Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં યુવકને સાપે ૪૦ દિવસમાં ૭ વાર ડંખ માર્યો

યુવકના પરિવારના લોકોનું કહેવું છે કે, અત્યાર સુધી જેટલી વાર સાપે ડંખ માર્યો છે તે શનિવાર અને રવિવારે જ માર્યો છે.

ફતેહપુર,તા.૧૫
કોઈ વ્યક્તિ બદલો લે, તો વાત સમજાય છે. પણ શું સાપ બદલો લે તે વાત માની શકાય ખરી..? ઉત્તરપ્રદેશના ફતેહપુરના “સૌરા” ગામે માનવામાં ન આવે અને વિચારતા જ અચરજ થાય તેવી ઘટના બની છે.

ICUમાં ભરતી વિકાસ દ્વિવેદી નામના યુવક સાથે આ અજીબ ઘટના બની છે. આ યુવકને પાછલા ૪૦ દિવસમાં એક કે, બે નહીં પણ ૭-૭ વાર સાપે દંશ દીધો છે અને દરેક વાર ડંખના બનાવ પછી યુવકને ગામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પરિવારના લોકોનું કહેવું છે કે, અત્યાર સુધી જેટલી વાર સાપે ડંખ માર્યો છે તે શનિવાર અને રવિવારે જ માર્યો છે. જાે કે, પરિવારના લોકોએ એવું વિચાર્યું કે, આ શનિવારે બાલાજી જતાં રહેવું છે તો ગુરુવારે જ સાપે યુવકને ડંખ મારી દીધો હોવાનું પિડિતના સ્વજન કહી રહ્યા છે.

અલબત, પિડીતના સ્વજનોની હવે ચિંતા વધી છે અને તેની પાછળનું કારણ છે પિડિતને આવેલું સપનું. હવે પરિવારના લોકો પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરી “સાપના બદલા”થી યુવકની રક્ષાની માંગણી કરી રહ્યા છે.

 

(જી.એન.એસ)