Safeer News

Breaking News from Ahmedabad

દેશ

UPSCએ કેટલાક પદો પર ભરતી બહાર પાડી, આ છે અરજી કરવાની અંતિમ તારીખ

UPSCના અલગ અલગ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2022 છે.

સંઘ લોક સેવા આયોગ (UPSC)એ વિવિધ પદો પર ભરતી બહાર પાડી છે. સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો પાસે અરજી કરવાની સારી તક છે. આ પદો પર અરજી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવાર upsc.gov.in પર જઇને અરજી કરી શકે છે. આ પદો માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર, 2022 છે.

UPSCએ આ પદો માટે ભરતી બહાર પાડી

સંઘ લોક સેવા આયોગે કુલ 19 પદો પર ભરતી બહાર પાડી છે, જેમાંથી એંથ્રોપોલૉજિસ્ટના પદ પર 1, આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરના પદ પર 4, સાઇન્ટિસ્ટ બીના પદ પર 7, પુનર્વાસ અધિકારીના પદ પર 4 અને ડેપ્યુટી ડિરેક્ટર જનરલ/રીઝનલ ડિરેક્ટરના પદ પર 3 ભરતી બહાર પાડી છે.

UPSCની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

અલગ-અલગ પદો પર ભરતી માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને નોટિફિકેશન ચેક કરી શકે છે.

અરજી ફી

ઉમેદવારોએ અરજી ફીના 25 રૂપિયા આપવા પડશે. એસસી/એસટી/પીડબલ્યૂબીડી/મહિલા ઉમેદવારો માટે કોઇ ફી નથી.

UPSCમાં કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી?

શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે હાજર થવુ પડશે. ઇન્ટરવ્યૂ માટે હાજર થનારા ઉમેદવારોને યૂપીએસસીમાં અન્ય દસ્તાવેજ સાથે પોતાની ઓનલાઇન અરજીની પ્રિન્ટ આઉટ લાવવી જરૂરી છે.

યુપીએસસીમાં પગાર ધોરણ

અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ પગાર ધોરણ રાખવામાં આવ્યો છે. 

લેવલ-7થી લેવલ-12 સુધીનો પગાર પસંદ થયેલા ઉમેદવારને આપવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારોએ પહેલા ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઇને અરજી કરવાની રહેશે. અરજી કર્યા પહેલા ઉમેદવારે નોટિફિકેશનને એક વખત જરૂરથી વાંચી લેવી જોઇએ.

ડિરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ માટેની ચાર જગ્યા માટે સોશિયલ વર્ક/ સોશિયોલોજી/ એજ્યુકેશન/સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલુ હોવુ જરૂરી છે.
એન્થ્રોપોલોજીસ્ટની એક જગ્યા માટે ભરતી યુપીએસસી દ્વારા બહાર પાડવામાં આવી છે જેમાં માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી એન્થ્રોપોલોજીસ્ટમાં 50 ટકા હોવા જરૂરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *