Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત અમદાવાદ

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

(અબરાર એહમદ અલવી)

રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે. આ અસ્થિરતાના કારણે હજુ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગ મુજબ સતત બીજા દિવસે (સોમવારે) પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. સોમવારે 104 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.