(રીઝવાન આંબલીયા)
“ઉમંગ સે પતંગ” ફાઉન્ડેશન દ્વારા ૧૪ સપ્ટેમ્બરના રોજ ભારત લોકહિત સેવા સમિતિના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અમદાવાદ,
અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા ભારત ‘લોકહિત સેવા સમિતિ’ના બાળકો માટે ૧૪ સપ્ટેમ્બર ના રોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી હતી. પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.
આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં ભારત ‘લોકહિત સેવા સમિતિ’ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો હતો.